Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અજિત વસાવાએ પુત્રના પ્રથમ જન્મ દિવસે અંતરિયાળ ગામના બાળકોને ફ્રુટ,બિસ્કીટ વિતરણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નિવાસી નર્મદા પત્રકાર સેવા સંઘના ખજાનચી અને રાજપીપળા મિતગ્રુપના સદસ્ય અજીતભાઈ વસાવાએ પોતાના સુપુત્ર શિવાંશના પ્રથમ જન્મદિવસે અંતરિયાળ ગામના બાળકોને બિસ્કિટ અને ફુટનુ વિતરણ કરી સેવાકીય રીતે વર્ષગાંઠ ની ઉજવણી કરી હતી
અજીત ભાઈ વસાવા આમ તો અવારનવાર કોઈ પણ પ્રકારના સેવા કર્યો કરતા આવ્યા છે, ત્યારે હાલ તેમના સુપુત્ર શિંવાશ ના જન્મદિવસે ફાલતુ ખર્ચ ન કરી ગ્રામ્ય વિસ્તારના બાળકો સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી બાળકોને ખુશી આપવા પ્રયાસ કર્યો હતો જેમાં કમોદિયા ગામ નજીકના દેવશાત્રા ગામના બાળકોને બિસ્કિટ તથા ફુટનુ વિતરણ કરી પોતાના સુપુત્રનો જન્મદિવસ ઉજવી આ દંપતીએ ખુશી વ્યકત કરી હતી

(12:03 am IST)