Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પ્રતાપનગર ગામ પાસે હાઈવા ટ્રકે મોટરસાઇકલ પર જતાં દંપતી મો.સા.ને ટક્કર મારી ફેંકી દેતા પત્નીને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકના પ્રતાપનગર ગામ નજીક બાઈક પર જઇ રહેતા દંપતીની મોટરસાઇકલને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી ફેંકી દેતા પત્નીને ગંભીર ઇજાઓ થઈ છે.
મળતી માહિતી મુજબ ફરીયાદ આપનાર ગૌતમભાઇ કનુભાઇ વસાવા (રહે.રાજપરા નિશાળ ફળીયુ તા.નાંદોદ )તા.6 જુલાઈ ના રોજ તેમની પત્ની સાથે મો.સા. નં. GJ- 06-DR-1519 લઈ જઈ રહ્યા હતા ત્યારે સાંજે લગભગ ચાર વાગે પ્રતાપનગર ગામ નજીક હાઇવા ટ્રક નં. GJ-21-W-7363ના ચાલક એ હાઇવા ટ્રક પુર ઝડ્પે હંકરી લાવી ફરીયદીની મો.સા. ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી મો.સા. ને રોડ ઉપર પાડી દઈ તેમની પત્ની ના હાથ પર ટ્રકનું ટાયર ચઢાવી દઇ ગંભીર ઇજાઓ પોહચાડી ગુનો કરતા આમલેથા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:00 am IST)