Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કલીમકવાણા ગામમાં જુગાર રમતા 04 શખ્સોને રાજપીપળા પોલીસે રૂ.2,020 સાથે ઝડપી લીધા : 3 વોન્ટેડ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કલીમકવાણા ગામમાં જુગાર પર પોલીસે રેડ કરી સાત જુગરીયાઓને રોકડ સાથે ઝડપી લીધા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પોલિસે બાતમીના આધારે તા.6 જુલાઈ એ બપોરે કલીમકવાણા ગામમાં છાપો મારી ત્યાં જુગાર રમતા સાત પૈકી હરનીશભાઈ પુનાભાઈ તડવી, અક્ષયભાઈ પ્રવિણભાઈ તડવી, પ્રકાશ ભાઈ પુનાભાઈ તડવી, જગદિશભાઇ ભાણાભાઈ તડવી(  તમામ રહે.કલીમકવાણા )ને રૂપિયા 2020 રોકડ સાથે ઝડપી લીધા હતા જ્યારે ધવલભાઈ દિનેશભાઈ તડવી મિતેષભાઈ સુરેશભાઈ તડવી અને મુકેશભાઈ નરેન્દ્રભાઈ તડવી( તમામ રહે- કલીમકવાણા )રેડ દરમ્યાન નાસી છૂટતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:59 pm IST)