Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમદાવાદમાં પાડોશી દુકાનદાર, મહિલા સહિત 5 લોકોના ત્રાસથી આધેડનો આત્મહત્યાનો પ્રયાસ

માલિકીની દુકાનમાં રીનોવેશન કરતા સામેના પક્ષે કોર્પોરેશનમાં અરજી કરી દુકાન સીલ કરાવી: સમાધાન કરવાના 5 લાખ ખંડણી અને દુકાનનું ધાબાનો કબજો ફ્રીમાં નહિ આપો તો બરબાદ કરી નાખવાની ધમકી આપી

અમદાવાદ: શહેરના કઠવાડા માં રહેતા આધેડે પોતાની માલિકીની દુકાનમાં રીનોવેશન કરતા સામેના પક્ષે કોર્પોરેશન માં અરજી કરી દુકાન સીલ કરાવી હતી. અરજી કરનારે સીલ ખોલાવી સમાધાન કરવાના 5 લાખ ખંડણી અને દુકાનનું ધાબા નો કબજો ફ્રીમાં નહિ આપો તો બરબાદ કરી નાખવાની ધમકી આપી હતી. પડોશી દુકાનદારના ત્રાસના લીધે આધેડે ઉંઘની ગોળી પી લીધી હતી. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ૫ શખ્સના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાઇ હતી.

શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલા મણીલાલ પાર્કમાં રહેતા અલ્પેશ વ્યાસ પોતાના પરિવાર સાથે રહી મ્યુઝિક રેકોર્ડિંગ નો સ્ટુડિયો ચલાવે છે. જયારે એકાદ વર્ષ પહેલા અલ્પેશભાઈની દુકાનમાં રિનોવેસન કર્યું હતું. જેના કારણે પડોશી દુકાનદારે ફરિયાદ કરતા કોર્પોરેશનના અધિકારીઓએ દુકાનને સીલ માર્યું હતું. આ બાબતે કોર્પોરેશન માં જઈ પુછપરછ કરતા જાણવા મળ્યુ કે, સુનીલ અને ગીતા વ્યાસે બાંધકામ બાબતે કોર્પોરેશનમાં અરજી કરેલી છે. જેના લીધે દુકાન સીલ કરવામાં આવી છે.

જેથી અલ્પેશભાઈ સુનીલ અને ગીતા વ્યાસ પાસે જઈ બાબતે વાત કરતા બંને ઉશ્કેરાઇ અલ્પેશભાઈને ગાળો બોલવાં લાગ્યા અને કીધું કે, તમારે અરજી નું સમાધાન કરવું હોય તો અમને રૂ.૫ લાખ આપવા પડશે. ગત ૧૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ અલ્પેશભાઈ સ્ટુડિયો પર હાજર હતાં. ત્યારે સ્ટુડિયો ની બાજુમાં દુકાન ધરાવતા રાકેશ પટેલ, લક્ષ્મણ બિલોહા અને ઈલેશ વ્યાસ અલ્પેશભાઈ પાસે આવી દુકાન ની ઉપરનું ધાબુ અમને આપવું પડશે નહીતર તને બરબાદ કરી નાખશું.

અલ્પેશભાઈ એ ધાબુ આપવાની ના પાડતા ગાળો બોલી ધમકી આપવા લાગ્યા કે, અમારું નહિ માન તો,તને રોડ પર લાવી દઈશું. દરમિયાન ૨૮ જુલાઈ ૨૦૨૧ ના રોજ અલ્પેશભાઈ પોતાના સ્ટુડિયો પર હાજર હતા. જયારે સુનિલ આવીને કહયું કે, તમારી દુકાન ને લાગેલું સીલ ખોલાવું હોઈ તો, કરેલી અરજીનું સમાધાન કરી લો અને પૈસા નહિ આપો તો, જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.

અલ્પેશભાઇને આ ૫ લોકો તરફથી મળતા ત્રાસને કંટાળી જઈ આપઘાત કરવાના ઇરાદે ઘરેથી વ્યાસવાડીમાં જઈ ૨૦ ઉંઘની ગોળી ખાધી લીધી હતી. આસપાસના લોકોએ દિકરાને જાણ કરતા અલ્પેશભાઈ ને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડયા હતા. આ અંગે અપ્લેશભાઈએ ૫ લોકોના વિરૂદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુનિલ મનુભાઈ વ્યાસ, ગીતાબેન સુનિલ વ્યાસ, ઇલેશ ઇન્દ્રવદન વ્યાસ, રાકેશ ઈશ્વર પટેલ અને લક્ષમણસિંહ બીહોલાની શોધખોળ હાથ ધરી છે.

(11:37 pm IST)