Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના બિલ્ડીંગનું લોકાર્પણ કરાયુ

કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા : મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે શનિવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિકાસ દિવસ નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હિમ્મતનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યુ હતુ. વિકાસ દિવસે કોરોના મહામારી દરમ્યાન સતત ખડે પગે રહી માનવ જીવનના રક્ષણ કાજે રાત-દિવસ જોયા વગર તેમજ ઘર પરિવારની ચિંતા કર્યા વગર શ્રેષ્ઠ કામગીરી કરનાર વોરીયર્સનું સન્માન મહાનુભાવોના વરદહસ્તે કરવામાં આવ્યુ હતુ. અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના નુતન બિલ્ડીંગનું મહાનુભાવોના વરદહસ્તે શનિવારે સાંજે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય, સ્થાનિક પદાધીકારીઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, તાલુકા હેલ્થ ઓફિસર , મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, આરબીએસકે મેડીકલ ઓફિસર , સુપરવાઇઝર સહિત આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:27 pm IST)