Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજ્યમાં પાટીદારોનું આંદોલન-પાર્ટ 2 શરૂ થશે :SG અને PAASની મહેસાણામાં બેઠકમાં ચર્ચા

અલ્પેશ કથિરીયા અને દિનેશ બાંભણિયા સહિતના પાસ આગેવાનો પહોંચ્યા:SPGના લાલજી પટેલ સાથે પાટીદારોની બેઠક

અમદાવાદ :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પાટીદાર સંગઠનો એક થઈ ગયા છે. મહેસાણા ખાતે અલ્પેશ કથિરીયા અને દિનેશ બાંભણિયા સહિતના પાસ આગેવાનો પહોંચ્યા હતા. જ્યાં SPGના લાલજી પટેલ સાથે પાટીદારોની બેઠક યોજાઈ હતી. સમગ્ર બેઠક આગામી સમયમાં યોજાનારા આંદોલન અંગે થઈ હતી. પડતર પ્રશ્નોને લઈ ફરી પાટીદાર સમાજ આંદોલન કરશે. SPG અને PAASની મહેસાણામાં મળેલી બેઠકમાં ચર્ચા ચૂકી છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્પેશ કથેરિયા અને લાલજી પટેલ વચ્ચે આ પહેલી બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા અને તેને આંદોલન સાથે જોડવાની ચર્ચા થઈ હતી.

   જો કે, અગાઉ 2015માં એક મોટું આંદોલન હાર્દિક પટેલને ચહેરો બનાવીને કરવામાં આવ્યું હતું. ગત આંદોલનમાં રજૂ કરાયેલી કેટલીક માંગણીઓ ન સ્વિકારી નથી. તેવી વાત સાથે પાટીદારોનું આંદોલન-પાર્ટ 2 શરૂ થશે. પ્રથમ આંદોલનમાં જીવ ગુમાવનાર યુવકોના પરિવારજનને નોકરીની માગ બીજા આંદોલનમાં કરાશે. તો સાથે પ્રથમ આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાની માગ કરાશે.

લાલજી પટેલે કહ્યું કે, 2004થી આંદોલન થઈ રહ્યું છે. અને પાટીદારોના નવા નવા સંગઠનો બન્યા હતા. પરંતુ આંદલનમાં તમામ લોકોએ એક થઈને લડ્યા હતા. ટૂંક સમયમાં પાટીદારો એકસાથે આવીને ફરી આંદોલનમાં ઉતરી રહ્યા છે. આંદોલનકારીને રાજકીય હાથો નહીં બનવા દઈએ

(7:16 pm IST)