Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વિકાસ દિવસ અંતર્ગત માંડલ તાલુકાના ઊકરડી ગામે 7.5 કરોડના ખર્ચે 66 કે.વી સબ સ્ટેશનનું ઉદ્દઘાટન કરાયું

66 કે.વી સબ સ્ટેશનનું સાણંદના ધારાસભ્ય કનુભાઈ કોળીપટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :"વિકાસ દિવસ " અંતર્ગત શનિવારે અમદાવાદ જીલ્લાના  માંડલ તાલુકાના ઊકરડી ગામે 7.5 કરોડ ના ખર્ચે 66 કે.વી ના સબ સ્ટેશનનું ઉદ્દઘાટન  ધારાસભ્ય સાણંદ - કનુભાઈ કોળીપટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં માંડલ તાલુકાના આગેવાનો હાજર રહ્યા, દેશના ગૃહમંત્રી  અમિતભાઈ શાહ અને નીતિનભાઈ ગડકરી દિલ્હી થી વીડિયો કૉંફેરન્સ ના માધ્યમ થી  અને ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , નાયબમુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલ , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટિલ ,ગાંધીનગર, મહાત્મા મંદિર થી જોડાઈ ને ,ગુજરાત માં આજે 5,300 કરોડ ના વિવિધ વિભાગ ના વિકાસ ના કામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કુલ 41 જગ્યાઓએ કર્યું હતું. ઊકરડી ખાતે આયોજિત કાર્યક્રમમાં પદાધીકારીઓ, ભાજપના હોદ્દેદારો કાર્યકરો સહિત સરકારી અધીકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલે જણાવ્યું હતું. (તસવીર :જગદીશ રાવળ - ટ્રેન્ટ)

(6:09 pm IST)