Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ખેડા જિલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆતમાં જુગાર રમતા 12 શખ્સોને ઝડપી પોલીસે 1.31 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ખેડા:જિલ્લામાં શ્રાવણ માસ નજીક આવતા જ જુગારની બદી ઠેર ઠેર બિલાડીની ટોપની જેમ ફૂલીફાલી છે. હોવાનું દેખાય છે. કઠલાલ અને ભદ્રાસામાં જુગાર રમતાં ૧૨ શખ્સો રોકડ, વાહનો સાથે કુલ ૧.૩૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતાં તેમના વિરૂદ્ઘ જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ડાકોર પોલીસને માહિતી મળી હતી કે ભદ્રાસા ગામની સીમમાં કેટલાક વ્યક્તિઓ એકત્ર થઈને પત્તા-પાનાનો જુગાર રમે છે જેથી પોલીસે પંચો સાથે રાખી દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. પોલીસે સ્થળ પરથી ૭ જુગારીઓને પકડી પાડી રૂા. ૩૨,૧૦૦ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ પકડાયેલ શખ્સોમાં દિલીપસિંહ પ્રતાપસિંહ ચાવડા, કમલભાઈ રંગીતસિંહ ચાવડા, યુસુફભાઈ ઈસ્માઈલભાઈ શેખ, નટવરસિંહ દિલીપસિંહ પરમાર, ઈમરાનમીયાં અહેમદમીયાં મલેક, બળવંતસિંહ ભલસિંહ પરમાર, ઈનાયતખાન મહેબુબખાન પઠાણનો સમાવેશ થાય છે.

જ્યારે કઠલાલ પોલીસે મલેકપુરા સીમમાં દરોડો પાડી પાંચ જુગારીઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા. બે મોટર સાયકલ એક રીક્ષા તેમજ રોકડ મળી રૂપિયા ૯૯,૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ જુગારીઓમાં કાદરભાઈ મનસુરભાઈ રાઠોડ, રફીકભાઈ કાલુભાઈ રાઠોડ, સલીમભાઈ મનસુરભાઈ મલેકનો સમાવેશ થાય છે.

(5:16 pm IST)