Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમદાવાદ:દહેજના મામલે પરિણીતાને ત્રાસ આપી પરેશાન કરનાર સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેરના ધનાઢ્ય પરિવારે મેટ્રીમોનિયલ સાઇટ આધારે દિકરી માટે દુબઇમાં રહેતો યુવક પસંદ કર્યો હતો અને રંગેચંગે લગ્ન કર્યા બાદ યુવતી દુબઇમાં રહેવા ગઇ હતી.  યુવકે અભ્યાસ અને આવકની વિગતો ખોટી આપી હતી અને  લગ્નના બીજા જ દિવસથી માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. એટલું જ નહી ધંધો કરવા માટે રૃા. નવ કરોડ અને મર્સિડીઝ કારની માંગણી કરી હતી, પિતા માંગણી પૂરી ન કરી શકતા ઘરમાં નહી રાખવાનું કહીને તરછોડી દીધી હતી. આ બનાવ અંગે  પશ્ચિમ મહિલા પોલીસે દુબઇમાં રહેતા પતિ, સાસુ અને સસરા સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

 રાજપથ ક્લબ પાછળ આંબલી બોપલ રોડ પર શિવાલીકમાં રહેતા વિજેતા રત્નેશ ભાઇ કન્સલએ પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં મૂળ દિલ્હી-હરિયાણા બાદ દુબઇ ખાતે રહેતા અને પતિ રત્નેશ રવિન્દ્ર કન્સલ તથા સાસુ સીમા બહેન અને સાસરા રવિન્દ્ર કન્સલ સામે ફરિયાદ નોંધાવી છે, કે મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી એકબીજાના બાયોડેટા જોઇને પસંદ પડતા ૨૦૧૯માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ યુવતી દુબઇમાં સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. સાસરે થોડા સયમ રાખવાની તેમની ઇચ્છા હોવાથી લગ્નના બીજા દિવસથી પતિ સહિત સારી રીતે વાતચીત કરતા ન હતા. 

બીજીતરફ પતિએ મેટ્રોનિયલ સાઇટ પર તેમના અભ્યાસ અને વાર્ષિક આવક દુબઇની કરન્સી મુજબ ત્રણેક લાખ દિરહામ બતાવી હતી જે માહિતી ખોટી હોવાની ખબર પડતાં હું આ બાબતે કંઇ જાણતો નથી કહીને પતિ ઉડાઉ જવાબ આપતા હતા અને ફરિયાદીને અલગ મકાનમાં રહેવા જવા દબાણ કરતા હોવાતા હતા. ૨૦૨૦માં પતિ અમદાવાદ આવ્યા ત્યારે ધંધો કરવા પાંચ કરોડથી લઇને નવ કરોડ સુધી લઇ આવવાની વાત કરતા હતા. બે દિવસ બાદ દુબઇ ગયા બાદ પતિ  સાસુ અને સસરાએ વાતચીત કરવાનુંં ઓછુ કરી દીધું હતું. ત્યારબાદ ફરિયાદી ગર્ભવતી હોવાની જાણ થતાં બાળક આપણે રાખવાનું નથી, બાળક રાખીશ તો ઘરે આવવાની ના પાડીને દબાણ કરીને ગર્ભપાત કરાવડાવ્યો હતો.

(5:16 pm IST)