Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગુજરાતનાં શહેરો બન્યાં લિવેબલ અને લવેબલ

છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતનાં શહેરોને ૯ હજાર કિ.મિ. રસ્તા, ૮૧ બ્રિજ, ૩૧ રેલવે બ્રિજ, ૧૩૯ પાર્ક, ૧૬ નવા બસ ડેપો, ૧૨૦ અર્બન હેલ્થ સેન્ટર સહિતના વિકાસ પ્રકલ્પો મળ્યા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ૫ મહાનગરોમાં ૭૦ માળની ગગનચુંબી ઇમારત બાંધવાની મંજૂરી અને નવા બાંધકામની તમામ પરમિશન ઓનલાઇન આપવાના ઐતિહાસિક નિર્ણયો કર્યા

રાજકોટ તા. ૭ : ‘અમારું શહેર હવે તો ઘણું બદલાઇ ગયું છે, ‘પહેલા અહીં સુમસામ વગડો-ખેતર હતા હવે નવી સોસાયટીઓ-મોટી ઇમારતો બની ગઈ છે.’‘થોડા વર્ષ બહાર રહેવા ગયા હવે અમારા જ શહેરમાં અમે અજાણ્યા થઈ ગયા એટલું વિકસી ગયું છે. આવાં વાક્યો ગુજરાતમાં રહેતા કે ગુજરાતની બહાર રહેવા ગયેલા કોઈને કોઈ વયોવૃદ્ધ-વડીલ શહેરીજન પાસેથી આપણે જરૂર સાંભળ્યા હશે. ગુજરાતનાં નગરો-મહાનગરોની આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાંની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગે તેવો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આયોજનબદ્ધ શહેરી વિકાસની નીતિ-રીતિને પરિણામે ગુજરાતના શહેરો લિવેબલ અને લવેબલ બની રહ્યાં છે.

'માનવી ત્યાં સુવિધા’ના મંત્ર સાથે ગુજરાતનાં શહેરોનો કાયાકલ્પ થઇ રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતના શહેરોને ૯ હજાર કિ.મિ. રસ્તા, ૮૧ બ્રિજ, ૩૧ રેલવે બ્રિજ, ૧૩૯ પાર્ક, ૧૬ નવા બસ ડેપો, ૧૨૦ અર્બન હેલ્થ સેન્ટર સહિતના વિકાસ પ્રકલ્પો મળ્યા છે.

રોડ-રસ્તા, બ્રિજ, બાગ-બગીચા, પીવાનું શુદ્ધ પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, વગેરે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસમાં ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતનાં શહેરો સ્માર્ટ બની રહ્યાં છે.

ગુજરાત સરકાર રાજ્યનાં આધુનિક અને વિકસિત શહેરોમાં મૂળભૂત સુવિધા પ્રદાનથી આગળ વધીને આઇકોનિક પ્રોજેક્ટસનું નિર્માણ કરી રહી છે. રિવરફ્રન્ટ, રોપ-વે, રો-રો ફેરી, સી-પ્લેન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો રેલ, મહાત્મા મંદિર, આલ્ફ્રેડ મ્યુઝિયમ, સાયન્સ સિટી, ગિફ્ટ સિટી, ગાંધીનગર કેપિટલ સ્ટેશન ગુજરાતની આગવી ઓળખ બની ગયા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના શહેરી વિકાસને ગતિમાન બનાવવા છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૧૧ ટી.પી સ્કિમને મંજૂરી આપી અભુતપૂર્વ કાર્ય કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ૫ મહાનગરોમાં ૭૦ માળની ગગનચુંબી ઇમારત બાંધવાની મંજૂરી આપવાના અને નવા બાંધકામની તમામ પરમિશન ઓનલાઇન આપવાના ઐતિહાસિક નિર્ણયો પણ કર્યા.

  ગુજરાતનાં નગરોને સ્વચ્છ અને સુંદર બનાવવા ભગીરથ અભિયાન. શહેરોના વિકાસ માટે આ વર્ષે કુલ રૂ. ૧૩,૪૯૩ કરોડ ફાળવવવામાં આવ્યા.

  મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે આદરેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યની ૮ મહાનગરપાલિકા અને 162 નગરપાલિકા મળી કુલ 170 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરી અને તેનું સેગ્રીગેશન કરવાની કામગીરી પુરજોશમાં.

  શહેરોના ઝડપી વિકાસ માટે ટીપી સ્કીમો છ મહિનામાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે તમામ નકશાઓ ઓનલાઇન કરાયા.

  રાજ્યમાં ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટિમનો પ્રારંભ. નાગરિકોને પારદર્શક પ્રશાસનની પ્રતીતિ

  ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી અને ગુજરાતના સ્માર્ટ સિટીમાં સૌથી શ્રેષ્ઠ સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકારની આગવી પહેલ. રૂ. ૩૦૦૦ કરોડના આંતરમાળખાકીય સુવિધાનાં કામો ધોલેરા SIRમાં હાથ ધરવાનો રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય.

  રાજ્યના ટાઉન પ્લાનિંગની કામગીરીને ગતિશીલ અને સચોટ બનાવવા રાજ્ય સરકારનો નિર્ણય. રાજ્યમાં પ્રગતિ હેઠળની 425 જેટલી ટીપી સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝુંબેશ.

  શહેરી વિસ્તારોમાં વધતી જતાં વાહનોની સંખ્યા ધ્યાને લઇ ટ્રાફિક વ્યવસ્થાપન કરવા રૂ. 200 કરોડની વિશેષ જોગવાઈ કરાઇ.

  શહેરોના ગરીબોના કલ્યાણ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શહેરી આજીવિકા મિશનની રચના. શહેરી ગરીબ કુટુંબોને લાભપ્રદ સ્વરોજગાર અને કૌશલ્યપૂર્ણ વેતન રોજગારીની અનેક તકો.

  દેશનાં 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતનો દેશભરમાં બીજો ક્રમ. ભારતનાં ૧૦૦ શહેરોમાં અમદાવાદ પ્રથમ, સુરત ત્રીજા ક્રમે જ્યારે વડોદરા આઠમા ક્રમે.

  સેફ એન્ડ સિક્યોર ગુજરાત યોજના હેઠળ સરકારે રાજ્યનાં તમામ શહેરોમાં સી.સી.ટી.વી કેમેરા નેટવર્ક સિસ્ટિમ અમલમાં મૂકી છે.

  શહેરીજનોને ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવા શહેરી આવાસ યોજના અન્વયે ૪.૧૭ લાખ જેટલા આવાસોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જે પૈકી ૨ લાખ આવાસો લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવ્યા છે.

  દેશમાં સૌપ્રથમ ગુજરાત -શહેરી વિસ્તાર ૧૦૦% ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત (ODF) જાહેર થયો છે.

  વ્યક્તિગત શૌચાલય યોજના અન્વયે ૫ લાખથી વધુ વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

  શહેરોમાં અનધિકૃત નળજોડાણ ધરાવતાં ઘરોને માત્ર રૂ. ૫૦૦ની નજીવી રકમ લઇ અધિકૃત જોડાણ આપવામાં આવ્યાં.

  સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૧૧૬ નગરપાલિકાઓન્માં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હાથ ધરવામાં આવ્યા છે.

  ગુજરાત કોગ્નેટેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનના નિયમોના અસરકારક અમલથી શહેરોનો આયોજનબદ્ધ વિકાસ શક્ય બન્યો છે.

  ચોમાસામાં ખરાબ મોસમ કે કુદરતી આપત્તિના સમયે મહત્તમ સુરક્ષા માટે અને આગોતરા આયોજન માટે વેધર વોચ કમિટીની નવતર પહેલ રાજ્ય સરકારે કરી છે.

  રેલવે ફાટકો ઉપર થતાં અકસ્માતોને નિવારવાની દિશામાં સંવેદનશીલ રાજ્ય સરકારે નક્કર કામગીરી કરીને રેલવે ફાટકો ઉપર ૩૭ ઓવર બ્રિજ અથવા અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરી છે.

  અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ રેલવે વિભાગની મંજૂરીના અંતિમ તબક્કામાં છે.

  પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ૪.૯૦ લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે.

  અમદાવાદ મેટ્રો રેલની કામગીરી સમયસર ઝડપથી પૂરી થાય તે માટે રૂ. ૫૧૦ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

  રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં વીજળીની બચત માટે રૂ. ૨૪.૨૨ કરોડના કુલ ૩૩ સોલાર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી.

  રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તમામ મ.ન.પા. અને નગરપાલિકાઓને અગ્નિશમન વાહનો અને અત્યાધુનિક સાધનો પૂરાં પાડવામાં આવે છે.

  રાજ્યના ૬ સ્માર્ટ સિટી, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદમાં સ્માર્ટસિટી મિશન અંતર્ગત એરિયા બેઝ વિકાસનાં કામો હાથ ધરવામાં આવ્યાં છે.

  ૨૦૨૦-૨૧માં ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે મહાનગરપાલિકા વિસ્તારના ૫,૭૮,૪૨૦ વાણિજ્યિક એકમો અને ૧૧,૮૫,૪૪૨ રહેણાક એકમોને પ્રોપર્ટી ટેક્સમાં ૨૦% રાહત આપવામાં આવી.•

ઉમંગ બારોટ

(5:06 pm IST)