Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોડાસા:મોડાસા મેઘરજ હાઇવે નજીક કતલખાને ભરીને લઇ જવાતા 7પશુઓને બચાવી 2.21 લાખનો મુદામાલ જપ્ત કર્યો

મોડાસા: મોડાસા-મેઘરજ રોડ ઉપર પીકઅપ ડાલામાં ખીચોખીચ ભરી પશુઓ કતલખાને લઈ જવાતા હતા. જેને બાતમીના આધારે પોલીસે ડાલા સહિત પશુઓને પકડી લીધા હતા.જેમાં ૭ પાડા,મોબાઈલ અને ડાલુ સહિત કુલ રૂ.૨.૨૧ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.આ અંગે મોડાસા રૂરલ પોલીસ મથકે બે ઈસમો સામે પશુધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જેની તલાસી લેતાં પીકઅપ ડાલામાં મરણતોલ હાલતમાં ખીચોખીચ બાંધી અને ઘાસચારો કે પાણીની સુવિધા નહી રાખી પશુઓને કતલખાને લઈ જવાતા તેને બચાવી લેવાયા હતા.જેમાં ૭ પાડા જેની કિં. રૂ.૨૧ હજાર,મોબાઈલ કિં.રૂ.૫૦૦ તથા પીકઅપ ડાલાની કિં.રૂ.બે લાખ મળી કુલ રૂપિયા ૨,૨૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ સાથે બે શખ્શોને ઝડપી લીધા હતા. આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તોહિક ઈશાકભાઈ ઉર્ફે રાજુ મુલતાની રહે.રાણાસૈયદતા.મોડાસા અને ઈદ્રીશ શેરખાન મુલતાની રહે.ચાંદ ટેકરીતા.મોડાસાનાઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:05 pm IST)