Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વડોદરામાં ઍઇમ્સ સ્થાપવા માટે તાત્કાલીક મંજૂરી આપોઃ સાંસદ મનસુખભાઇ વસાવાઍ સંસદમાં અવાજ ઉઠાવ્યો

રાજકોટમાં ઍઇમ્સ હોસ્પિટલનું કામ શરૂ કરાયુ છે ત્યારે જ ભરૂચ પાસે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના લોકો માટે સુવિધા આપવા માંગણી

રાજપીપળા: ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડોદરામાં AIIMSની સ્થાપના માટે સંસદમાં મંજૂરી માંગી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ રાજકોટમાં AIIMS હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

ભાજપના આખા બોલા સાંસદ મનસુખ વસાવા હમેશા અન્યાય સામે અવાજ ઉઠાવે જ છે.પોતાના મત વિસ્તાર સહિત ગરીબ અને જરૂરિયાત મંદોના પ્રશ્નો પછી ભલેને એ સરકાર વિરુદ્ધ હોય પણ તેઓ એ પ્રશ્નો સરકાર સમક્ષ મુકવામાં બિલકુલ ગભરાતા નથી.અને મનસુખ વસાવાએ જે પણ રજુઆત સરકાર સમક્ષ કરી હોય એમાથી મોટે ભાગના પ્રશ્નોનું નિરાકરણ સરકારે કર્યું પણ છે.

હાલમાં જ આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ લઈ સરકારી લાભો લેતા હોવાનો મુદ્દો એમણે ઉઠાવ્યો હતો.બાદ સરકારે પણ એક કમિટી બનાવી આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી.હવે મનસુખ વસાવાએ વડોદરામાં AIIMS ની સ્થાપના થવી જોઈએ એ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે.

વર્તમાનમાં સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે.ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વડોદરામાં AIIMS ની સ્થાપનાને સરકાર મંજૂરી આપે એવી માંગ કરી છે.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓમાં અસંતુલન સુધારવાનું તથા ગુણવતા પૂર્વ સારવારમાં વૃદ્ધિ કરવાનું છે.ગુજરાતમાં ભરૂચ નજીક વડોદરા AIIMS ની સ્થાપના માટેનું સારું સ્થળ છે.અહીંયા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના લોકોની સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પોતાની સારવાર માટે અવારનવાર આવતા હોય છે.પરંતુ AIIMS જેવી સારવાર સેવાઓના અભાવના કારણે લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.જેથી સરકારને મારો આગ્રહ છે કે વડોદરામાં AIIMS ની સ્થાપના માટે તુરંત મંજૂરી મળવી જોઈએ.

(4:41 pm IST)