Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઍચડીઍફસી બેન્કનું ઍટીઍમ તોડનાર ૨ શખ્સો ઝડપાયાઃ ચીપીયો-બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસને જાઇને ભાગવા જતા ઍક પકડાયોઃ બીજો ભાગી ગયો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનેગારોને જાણે પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી. શહેરમાં ગુના વધી રહ્યા છે. શહેરના નારણપુરા વિસ્તારમાં એચડીએફસી બેંકનું એટીએમ તોડી ને ચોરી કરતા બે શખ્સોને પોલીસે પકડી લીધા હતા. આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોરોના મહામારી બાદ બેકારી વધતા શહેરમાં ગુનાખોરી વધી રહી છે. નારણપુરામાં વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ એવન્યુમાં એચડીએફસીના એટીએમમાં બે શખશો ઘુસી તોડફોડ કરી રહ્યા હતા. દરમિયાનમાં એટીએમ તોડી રહ્યા હોવાનું એક નજીકમાં રહેતા યુવકને જાણ થતાં તેને રાત્રે 02:32 વાગ્યે પોલીસ કંટ્રોલ મેસેજ કર્યો હતો. મેસેજ આધારે નારણપુરા પોલીસ જગ્યા પર પહોંચી ત્યારે બે શખસો પોલીસ ને જોઈને ભાગવા લાગ્યા હતા. પોલીસે પણ આરોપીઓ પાછળ દોડ લગાવી એક આરોપી દિપક ચૌધરીને પકડી પાડ્યો હતો.

બીજો આરોપી અંધારા નો લાભ લઇ ભાગી ગયો હતો. આરોપી દિપકની પૂછપરછ કરતા તેની સાથે મદદમાં રહેનાર શખ્સ જીતેન્દ્ર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી દિપક ચૌધરીની અટકાયત કરી અને મશીન તોડવા માટે ઉપયોગ માં લેવાયેલ ચીપીયો, બાઇક કબજે કર્યું હતું.

(4:41 pm IST)