Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

તા.૯ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર આંગણે

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઓન લાઇન ૪૫ મો જ્ઞાન સત્ર

અમદાવાદતા. ૭ આજથી ૪૫ વર્ષ પૂર્વ ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ અમદાવાદ મેમનગર ગુરુકુલ ખાતે જ્ઞાનસત્રની શરુઆત કરેલી. તેને આજે ૪૫-૪૫ વર્ષ પુરા થાય છે. ત્યારે તેમના શુભ સંકલ્પ પ્રમાણે SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદ મેમનગર ગુરુકુલને આંગણે તા.૯-૮-૨૦૨૧ થી તા.૧૫-૮-૨૦૨૧ દરમ્યાન ૪૫મો ઓન-લાઇન જ્ઞાનસત્ર રાખેલ છે. કથા સમય દરરોજ સાંજે ૪ થી ૬-૩૦ અને રાતે ૭-૩૦ થી ૯-૩૦ રાખેલ છે.

    જ્ઞાનસત્ર પૂર્વે તા.૮ને રવિવારના રોજ ૯ કલાકની અખંડ ધૂન રાખવામાં આવી છે, જેમાં સવારે ૯ થી ૧ દરમ્યાન મહિલા મંડળ અને સાંજે ૫ થી ૮ સમૂહ ધૂન રાખેલ છે.

જ્ઞાનસત્ર પૂર્વે તા.૯ સોમવારના રોજ ગુરુકુલ પરિસરમાંજ પોથીયાત્રા પ્રદક્ષિણા કરશે.

જ્ઞાનસત્ર પ્રારંભે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી સાંજે ૫ થી ૫-૪૫ જ્ઞાનસત્રના મહિમાની કથા કહેશે. જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ સવારે ૭ થી ૮-૩૦ જનમંગળ પુરશ્ચરણ રાખેલ છે.

   જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ સાંજે ૮ થી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી  કથાનું રસપાન કરાવશે.

   જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ સાંજે ૬-૩૦ થી પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી કથાનો લાભ આપશે.

   તા.૧૩-૮-૨૧ સાંજે ૫ કલાકે SGVP કેમ્પસના ડાઇરેક્ટર જયદેવભાઇ સોનાગરા ભારતીય સભ્યતા ઉપર પ્રવચન કરશે.

   જ્ઞાનસત્ર દરમ્યાન દરરોજ અલગ અલગ વકતાઓમાં કોઠારી ધર્મનંદનદાસજી સ્વામી, શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી, પુરાણી વિશ્વવિહારીદાસજી સ્વામી, દર્શનપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી વેદાંતસ્વરુપદાસજી સ્વામી, શાસ્ત્રી મુનિવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી ગુણસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી  શ્રુતિવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોની કથા કરશે. તા. ૧૫ ઓગષ્ટ રાષ્ટ્રિય પર્વના અવસરે સવારે ૮ કલાકે ધ્વજવંદન અને સાંજે ૭-૪૫ સમયે જ્ઞાનસત્રની પૂર્ણાહૂતિ થશે,

 

(12:16 pm IST)