Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ડ્રોન માનવરહિત વિમાન : ઇજનેરી ક્ષેત્રના છાત્રો-રસિકોએ બાંધ્યું અનેરા જ્ઞાનનું ભાથુ

ગુજરાત યુનિ. અને આઇ.આઇ.ટી રામ દ્વારા આઇ.ડી.એસ.આર.ના ઉપક્રમે યોજાયો ઓનલાઇન તાલીમ કાર્યક્રમ : તજજ્ઞોનું માર્ગદર્શન

રાજકોટ તા. ૭: ગુજરાત યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (આઇઆઇટીરામ) અમદાવાદ દ્વારા ઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીસ એન્ડ રિસર્ચ (આઇડીએસઆર)ના સંયુકત ઉપક્રમે એક અઠવાડિયાનો ઓનલાઇન શોર્ટ ટર્મ પ્રોગ્રામ યોજાયેલ. જેમાં વિષય નિષ્ણાતોએ ડ્રોનસઃ કંટ્રોલ, નેવિગેશન એન્ડ ગાઇડન્સની છણાવટ કરી હતી. ઇજનેરી ક્ષેત્રના વિધાર્થીઓએ અને ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. તકનિકી દૃષ્ટિએ ડ્રોન માનવરહિત વિમાન છે.

આ ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમમાં આઈઆઈટી રૂરકીથી અધ્યાપક ધર્મેન્દ્ર સિંઘએ ડ્રોન ના રેલ ટ્રેક ના સર્વેમાં એપ્લિકેશન વિશે ચર્ચા કરેલ. અધ્યાપક અશોક જોશીએ આઈઆઈટી મુંબઇથી સ્વોર્મ રોબોટિકસ અને  ડ્રોનના શકય ઉપયોગોની માહિતી આપેલ.આઈઆઈટી કાનપુર થી ડો. અભિષેકએ ડિઝાઈન, સિમ્યુલેશન અને ઉચ્ચ કક્ષાના યુએવી ઉત્પાદન અને ડો મંગલ કોઠારી, આઈઆઈટી કાનપુર થી બાઇપ્લેન કવાડ કોપ્ટર યુએવી  કે જે  ડ્રોન દવા પુરવઠો પૂરો પાડવા માટે ખૂબ જ ઉપયોગી જોવા મળે છે  તે સમજાવ્યું.૨૦૦ ની આસપાસ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમ હાજરી આપી હતી અને તે ખૂબ જ ઉપયોગી જોવા મળી હતી. તેમ આઇઆઇટીરામના આસિસ્ટન્ટ પ્રોફેસર અભિષેક રાવત જણાવે છે.

(11:41 am IST)