Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અંદાજે ૪ કરોડના ખર્ચે ગુજરાતના ૯૨ હજાર પોલીસ અને એસ.આર.પી જવાનોને એક માસ સુધી મલ્ટી વિટામિન ટેબ્લેટ અપાશે

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ઉદ્યોગપતિ હરપાલભાઈ વાળાની દરિયાદિલી,પોલીસ તંત્ર આફ્રિન : રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર અને બોટાદના જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની જહેમત રંગ લાવી, આવકારદાયક અભિગમ

રાજકોટ તા.૭, પોતાના અને પોતાના પરિવારના જાનના જોખમે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ એસ.આર. પી. સહિત ગુજરાતના ૯૨ હજાર પોલીસ સ્ટાફની કામની કદરદાની દિલના એક દિલવાર ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવનાર હોવાની માહિતી રાજ્યભરના પોલીસ તંત્રમાં પ્રસરી જતાં કેપ્લર હેલ્થ કેર કંપનીના ડિરેકટર તથા આ મહત્વના પ્રોજેકટ માટે ખરા દિલથી પ્રયત્ન કરનારા ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, રાજ્યના લો એન્ડ ઓર્ડરના વડા નરસિંહમા કોમર અને આ કાર્યમાં ચાવી રૂપ ભૂમિકા ભજવનાર બોટાદ એસપી પર પોલીસ જવાનો ખૂશખૂશાલ બન્યા છે. માનવતાના પ્રહરી અર્થાત્ હીરોની થીમ અંતર્ગત કેપ્લર હેલ્થ કેર હિરોઝ ઓફ હ્યુમીનીટી   યોજના અન્વયે  કેપ્લર હેલ્થ કેર  પ્રા.લી.ના ડાયરેકટર  હરપાલભાઈ વાળા દ્વારા અંદાજે સાડા ત્રણ કરોડથી ૪ કરોડની મોકટેલ ટેબલેટ આપવાની જાહેરાત કરી આ મલ્ટી વિટામિન ટેબલેટનો પ્રથમ જથ્થો પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ પ્રતિતાત્મક રીતે યોજાયેલ સમારોહમાં ગુજરાતના મુખ્ય પોલીસ વડાં આશિષ ભાટિયાને સુપ્રત કરેલ. આશિષ ભાટિયા દ્વારા પણ હરપાલ ભાઈ વાળાની સમાજના જાગૃત પ્રહરી એવી પોલીસ તરફની ભાવના બદલ ખુશી વ્યકત કરવા સાથે અભિનંદન આપ્યા હતા. એડી.ડીજી નરસિંહમા કોમાર,બોટાદ એસપી હર્ષદ મહેતા દ્વારા પણ આવી દરિયાદિલી દાખવવા બદલ બિરદાવ્યા હતા

સન્માનનો પ્રતિઉતર આપતા હરપાલભાઈ વાળા દ્વારા જણાવાયુ હતું કે લોકોની સુરક્ષા માટે રાત દિવસ જેવો ઝઝુમી રહ્યા છે, તેવા પોલીસ સ્ટાફ માટે સ્વાભાવિક રીતે અન્ય લોકોની માફક જમવા માટેના કલાકો નિશ્ચીત હોતા નથી, ઘણી વખત ઇમરજન્સી સમયે સમય પણ મળતો નથી, આવા સંજોગોમાં તેમનામાં પોષણ શકિતની ઉણપ રહેવાની સંભાવના ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે.આ પહેલા પણ આવા હિરો માટે દરિયાદિલી દાખવનારની કંપની અંગેની વાતો પણ જાણવા જેવી છે.

ભારતની એવોર્ડ વિજતા અને ખૂબ ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ફાર્માસ્યુટિકલ કંપની કેપલર હેલ્થકેરે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરતાં મૃત્યુ પામેલા ડોકટરોના પરિવારજનોને સહાય પૂરી પાડવા હિરોઝ ઓફ હ્યુમેનિટી નામની ઉમદા પહેલ આદરી છે. પોલીસદળોને સહાય એ હિરોઝ ઓફ હ્યુમેનિટીનો જ એક ભાગ છે.

ધ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ અંગે લેન્સેટના એક અભ્યાસ મુજબ વિશ્વમાં દર પાંચમાંથી એક વ્યકિત કુપોષણની ખામીના લીધે મૃત્યુ પામે છે. અર્થાત, કુપોષણ એ વિશ્વમાં થતા મૃત્યુના અગ્રણી પરિબળો પૈકીનું એક પરિબળ છે. વર્લ્ડ બેન્કના અહેવાલ મુજબ કુપોષણ એ ભારતની ધીમે પગ આગળ વધી રહેલી કટોકટી છે. દર ૧૦માંથી સાત ભારતીયો વિટામીનની ઊણપથી પીંડાય છે.

 મોકટેલ ટેબ્લેટ ૨૨ જરૂરી પોષકતત્વોનું મિશ્રણ છે જેન જરૂરી આહાર અન કસરત સાથે લેવામાં આવે તો સારું આરોગ્ય જાળવવામાં મદદ મળે છે. મોકટેલ ટેબ્લેટમાં ત્રણ અન્ટીઓકિસડન્ટ્સ, નવ મિનરલ્સ, એન્ટીઓકિસડન્ટ પ્રોપર્ટીઝ ધરાવતા ગ્રેપસીડસ એકસ્ટ્રેકટસ સહિત ૧૨ વિટામીન્સ છે.

(11:40 am IST)