Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કપરાડામાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહેલો ડિઝલનો જથ્થો મળી આવ્યો

સુરત રેન્જ વડા એડી.ડીજી ડો રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગ દર્શન મુજબ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને જમ્મુ ક્શ્મીરમાંથી કલમ 370 રદ કર્યાની વર્ષગાંઠ નિમિત્તે સુરત સાયબર ક્રાઇમના પીઆઇ પી. એન. ખોખરાએ વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડને મહારાષ્ટ્ર સાથે જોડતા સ્ટેટ હાઇવે કપરાડા હાઇવે પર મોટા પ્રમાણમાં ડિઝલ ચોરીની ઘટના બનતી રહેતી હોય છે. આવી ઘટના તેમજ અનેક ઘરોમાં ગેરકાયદેસર ડિઝલનો જથ્થો રખાતી હોવાની ઘટનાના પગલે સુરત રેન્જ સાઇબર ક્રાઇમે વિશેષ હાથ ધરેલા પેટ્રોલિંગમાં રૂ. 11,875 ની મત્તાનો ગેરકાયદેસર ડિઝલનો જથ્થો કપરાડાના ફળી ગામમાંથી પકડી પાડ્યો હતો.
 સુરત રેન્જ વડા એડિ.ડીજી.ડો રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગ દર્શન મુજબ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને જમ્મુ ક્શ્મીરમાંથી કલમ 370 રદ કર્યાની વર્ષગાંઠ નિમિત્તે સુરત સાયબર ક્રાઇમના પીઆઇ પી. એન. ખોખરાએ વલસાડ મહારાષ્ટ્ર બોર્ડર પર વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ. એ દરમિયાન કપરાડાના ફળી ગામે ડિઝલનો જથ્થો રખાયો હોવાની માહિતીના પગલે તેમણે ફળી ગામે ભરત રાજારામ જાદવના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેના ઘરમાં કોઢારામાંથી 125 લીટર ડિઝલનો જથ્થો ભર્યા હોય એવા જુદા જુદા કેન મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે આ ડિઝલનો જથ્થો કબજે કરી તેનું બિલ માંગતા તેની પાસે મળી આવ્યું ન હોય પોલીસે તેના વિરૂદ્ધ 41(1)(ડી) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:08 am IST)