Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

બજારોમાં ઘરાકી નીકળવાની ધારણા

રક્ષાબંધનથી મીઠાઇ, કપડાં અને ઝવેરાત સહિતની બજારો ધમધમશે

અમદાવાદ,તા. ૭ : ગુજરાતમાં 'રક્ષાબંધનના' તહેવાર બાદ દિવાળીના તહેવારોની મોસમ આવી જશે અને આ પરિસ્થિતિમાં નાના' મોટા -વ્યવપારીઓ અને છૂટક ધંધો કરનારાઓને ઘરાકીની આશા બંધાઇ છે. કોરોનાની બીજી કે ત્રીજી લહેર ભલે આવે ગુજરાતીઓ પોતપોતાની રીતે તહેવાર ઉજવાના છે.

તાજેતરમાં દુધના ભાવમાં ઓચિંતો વધારો આવતા આગામી' તહેવારોમાં દુધની બનતી સ્વીટસમાં' કિલોએ ૧૦ થી ૧૫ ટકા ભાવ વધારો થશે તેવું જયેશ દુધીયા કે જેઓ અમદાવાદ શહેરમાં ૪ થી ૫ સ્વીટ શોપ્સ ચલાવે છે. તેઓનું નામ પશ્યિમના વિસ્તારોમાં અતુલ દુધીયા, વિપુલ દુધીયાના બ્રાન્ડ નેમથી ચાલે છે અને તેઓની સ્વીટસ શીખંડ, બાસુદી છેક મુંબઇ સુધી જાય છે.દુધીયાના જણાવ્યા પ્રમાણે દિવાળીમાં ગિફટ પેકેજીસમાં તેઓની કાજુકતરી ૯૦૦થી ૧૦૦૦ના કિલોના ભાવે જાય છે.

જયારે બીજુ બ્રાન્ડ નેમ કંદોઇ ભોગીલાલ મુળચંદ છે અને તેઓના મોહનથાળ ૭૦૦-૮૦૦ કિલોના ભાવે દિવાળીમાં ૧૯૦૦થી ૨૦૦૦ કિલો કે તેથી વધુ મોટા ઓર્ડરો મેળવે છે.

જયારે દિવાળીમાં સોનું અને અન્ય ઝવેરાતમાં પણ મોટી ઘરાકી નીકળવાનું મોટા શો રૂમના માલિકોની ગણત્રી છે. અમદાવાદમાં ગુજરાત જેમ્સ એન્ડ જવેલરી માર્કેટના અગ્રણી શાંતિલાલ પટેલનું કહેવું છે કે લોકડાઉનમાં શો રૂમો બંધ'

રહ્યા પરંતુ છેલ્લા ચાર પાંચ મહિનામાં માર્કેટમાં સારી ઘરાકી નીકળી છે જે દિવાળીમાં પણ વધવાની જ છે.

પટેલનું કહેવું છે કે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજયોમાં સારૃં ચોમાસુ છે તેથી ગ્રામ્ય' વિસ્તારમાંથી આવતા લોકોની ભારે ઘરાકી નીકળવાની આશા છે અને આમ અમદાવાદના સી.જી. રોડ જયાં મુખ્ય બ્રાન્ડના શો રૂમ્સ આવેલા છે ત્યાં પણ લેટેસ્ટ ડીઝાઇનના ડાયમંડ સેટસ ગોઠવવા માંડયા છે.

આગામી દિવસોમાં આ બધા શો રૂમસનો માલ આપોઆપ ઉપડી જવાનો છે કારણ કે ગુજરાતમાં ધનતેરસ, ભાઇબીજમાં' સોનાના જડતર અને ડાયમંડના સેટસ આપવાનો ક્રેઝ વધ્યો છે તે જોતા આ બજારોમાં તેજી રહેવાની જ છે.અને તેની શરૂઆત રક્ષાબંધનથી' થશે તે નક્કી છે આ બજારો ઉપરાંત રેડીમેડ ફ્રેબીકસ અને કપડામાં પણ હમેશ મુજબ સારી ઘરાકી નીકળશે એવું મનાય છે. 

(10:01 am IST)