Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમદાવાદના સુભાષબ્રિજ અને નહેરુબ્રિજના સમારકામ બાદ રવિવારથી 81 વર્ષ જુના ગાંધીબ્રિજનું સમારકામ થશે

એક મહિનો બ્રિજના સમારકામની કામગીરી ચાલશે:બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ રહેશે. 80 લાખનો ખર્ચ થશે

અમદાવાદ :શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ને જોડતા સાબરમતી નદી પર 9 બ્રિજ આવેલા છે. જે બ્રિજ હવે ધીમે ધીમેં જુના થઈ રહ્યા છે. જેની સાથે બ્રિજના સમારકામની માંગ ઉઠી છે. જે માંગ સાથે amc અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા એક વર્ષથી સાબરમતી નદી પરના બ્રિજના એક બાદ એક સમારકામ શરૂ કર્યું છે.

જેમાં પહેલા સુભાસબ્રિજ બાદમાં નહેરુબ્રિજનું સમારકામ કરાયું. અને હજુ નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થયું અને ફાઇનલ ટચિંગનું કામ બાકી છે તેવામાં amc એ ગાંધીબ્રિજના સમારકામ કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 ઓગસ્ટ રવિવારથી ગાંધી બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવશે. જેમાં એક મહિનો બ્રિજના સમારકામની કામગીરી ચાલશે. જે કામગીરી બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ રહેશે. 80 લાખના ખર્ચે સમારકામ કરવામાં આવશે.

જેમાં 40 જેટલા જોઈન્ટ એક્સપાંસન બદલવામાં આવશે. બ્રિજની મજબૂતાઈ વધે તે માટે એક્સપાંસન બદલવામાં આવતા હોય છે. જેથી બ્રિજની આવડદા પણ વધુ વધે.

મહત્વનું છે કે ગાંધીબ્રિજ ઇન્કમટેક્ષ અને દિલ્હી દરવાજાને જોડતો બ્રિજ છે જ્યાં દિવસના લાખો લોકો પસાર થાય. ત્યારે સ્વાભાવિક છે કે કામગીરી શરૂ થતાં વાહન ચાલકોને હાલાકી પડે. જેને જોતા બ્રિજનું કામ બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ રાખી અને રમેક તરફનો રસ્તો ચાલુ રાખી કામગીરી કરવામાં આવશે

(12:34 am IST)