Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કોરોનાએ અમદાવાદના વિકાસના કામો અટકાવ્યા: સ્વિમિંગ પુલ, જીમ, પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલના પ્રોજેકટ પૂર્ણ થયા નહિ

સોમવારે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં રોડ, કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટની મુદત વધારવાની દરખાસ્તો મુકાઈ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના “વિકાસને કોરોનાએ ગોથે” ચડાવ્યો છે, અમદાવાદ શહેરમાં કરોડોના ખર્ચે તૈયાર થનારા સ્વીમીંગ પુલ, જીમ, પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલના પ્રોજેકટ મુદતમાં પૂર્ણ થયા નહિ. હવે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સોમવારે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં રોડ, કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટની મુદત વધારવાની દરખાસ્તો મુકાઈ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં જુદી જુદી મુદત વધારાની દરખાસ્ત મુકાઈ છે જેમાં કોરોના મહામારીના કારણે મોટાભાગના કામો નિયત સમય મર્યાદા પુરા થયા નથી.

આ મુદત વધારવાની દરખાસ્તો મુકાઈ છે

1. ઓઢવ વિસ્તારની ટીપી 3ના ફાઇનલ પ્લોટ નંબર 95 તથા 96માં ઓપન પાર્ટી પ્લોટ કમ્યુનિટી હોલ બનાવવાના કામ બનાવવાની મુદત તા.21 ઓક્ટોબર 2021 સુધી વધારી આપવાની દરખાસ્ત મુકાઈ છે.

2. ગોતા વોર્ડની ટીપી સ્કીમ 43/એના ફાઇનલ પ્લોટ 215માં સ્વિમિંગ પુલ અને ટેનિસ કોર્ટ બનાવવાની મુદત તા.22 સપ્ટેમ્બર 2021 સુધી વધારી આપવાની દરખાસ્ત મુકાઈ છે.

3. નવા પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારમાં રસ્તાઓ રિગ્રેડ/રિસરફેસ કરવાનો કોન્ટ્રાક્ટ એલ.જી ચૌધરીને અપાયો હતો જેની મુદત તા.30 એપ્રિલ 2020ના રોજ પૂર્ણ થઈ તે મુદત તા.15 જૂન 2021 સુધી વધારવાની દરખાસ્ત મુકાઈ છે.

4. થલતેજ વોર્ડની ટીપી 37ના ફાઇનલ પ્લોટ નંબર 180માં સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ અને જીમનેશિયમ બનાવવાની મુદત તા.22 ઓગસ્ટ 2020ના રોજ પૂર્ણ થઈ હતી પણ હવે આ મુદત તા.23 ઓગસ્ટ 2021 સુધી વધારવાની દરખાસ્ત મુકાઈ છે.

Attachments area

(12:05 am IST)