Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજપીપળા ખાતે અભયમ ટીમ દ્વારા નારી ગૌરવ દિને 181ની કામગીરી બાબતેની માહિતી આપવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિહિત 181 મહિલા હેલ્પલાઈન નર્મદા લોકેશન દ્વારા નારી ગૌરવ દિવસ નિમિતે આયોજિત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં ઉપસ્થિત બહેનો ને 181 હેલ્પલાઈનનો મુશ્કેલી ના સમયે લાભ મેળવવા તેમજ આ હેલ્પલાઈન 24 ×7 કલાક સેવા પૂરી પાડતી હેલ્પ લાઈન છે મહિલાને વિના મુલ્યે મદદ,બચાવ, માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે 181 અભયમમાં કોલ કરવાથી મહિલાને મુશ્કેલીના સમયમાં રેસકયુ વાનની ટિમ ઘટના સ્થળે પહોંચી પીડિત મહિલા ની મદદ પુરી પાડે છે તેમજ નારી ગૌરવ દિવસ નિમિતે બહેનોને 181 એપ્લીકેશન ડાઉન્લોડ કરાવી આ એપ કેવી રીતે મદદરૂપ થાય તેની જરૂરી માહિતી પુરી પાડવામાં આવી હતી.

(10:25 pm IST)