Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજપીપળા એસટી ડેપોમાંથી 19 લાખના હીરાની ચોરી કરનાર 3 શખ્સોને મુદ્દામાલ સાથે LCB એ ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક નર્મદાએ આપેલી સુચનો મુજબ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો એ તા.૦૩ ઓગસ્ટના રોજ રાજપીપલા બસ સ્ટેન્ડ ખાતે છોટાઉદેપુર બીલીમોરા બસમાં આંગળીયા પેઢીના કર્મચારીના ૧૯ લાખના હીરા ભરેલા પાર્સલ ચોરીની તપાસ દરમ્યાન રાજપીપલા ખાતેના નેત્રમાં વિશ્વાસ કમાન્ડ કંન્ટ્રોલના સીસીટીવી કેમેરાના ડેટા તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે ત્રણ આરોપીઓમાં ફુલચંદ ઉર્ફે હિતેશભાઇ રમણભાઇ પટેલ( હાલ રહે.બોડેલી) વર્ષેસભાઇ રમણભાઇ પટેલ( હાલ રહે.બોડેલી ) ,મહેન્દ્રભાઇ વિષ્ણુભાઇ શેળવે ( રહે અમદાવાદ શહેર )નાઓએ એકસાથે ઘણાં રૂપિયા મેળવવાની લાલચમાં આંગળીયા પેઢીના કર્મચારીની રેકી કરી આ ગુનાને અંજામ આપ્યો હતો જેમાં આ ત્રણેયને તેમના રહેણાંક સ્થળેથી ઝડપી ૧૯ લાખ હીરાના પાર્સલ તથા ફોર વ્હીલ કાર રૂ.૩,૦૦૦૦૦ તથા મોબાઇલ -૩ કિ.રૂ.૧૫૦૦૦ સહિતનો મુદ્દાલામ રીકવર કરી રાજપીપલા પો.સ્ટે.માં સોંપવામાં આવ્યા છે.

 

(10:22 pm IST)