Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પતિએ ૯ કરોડ, મર્સિડીસ કાર ન મળતા ત્રાસ આપી પત્નીને ઘરમાંથી કાઢી મુકી

અમદાવાદની યુવતી દુબઇમાં પરણીને પસ્તાઇ : દહેજની માંગણીનો ગજબ કિસ્સો : અભ્યાસ -આવકની ખોટી વિગતો આપી, લગ્નના બીજા જ દિવસથી માનસીક ત્રાસ : બાળક સાથે રહેવા દેવાની નથી કહી ગર્ભપાત કરાવડાવ્યો

અમદાવાદ,તા.૭ : અમદાવાદના ધનાઢ્ય પરિવારે મેટ્રીમોનિયલ સાઇટ આધારે દિકરી માટે દુબઇમાં રહેતો યુવક પસંદ કર્યો હતો અને રંગેચંગે લગ્ન કર્યા બાદ યુવતી દુબઇમાં રહેવા ગઇ હતી.  યુવકે અભ્યાસ અને આવકની વિગતો ખોટી આપી હતી અને  લગ્નના બીજા જ દિવસથી માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. એટલું જ નહી ધંધો કરવા માટે રૂ. નવ કરોડ અને મર્સિડીઝ કારની માંગણી કરી હતી, પિતા માંગણી પૂરી ન કરી શકતા દ્યરમાં નહી રાખવાનું કહીને તરછોડી દીધી હતી. આ બનાવ અંગે  પશ્યિમ મહિલા પોલીસે દુબઇમાં રહેતા પતિ, સાસુ અને સસરા સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

 રાજપથ કલબ પાછળ આંબલી બોપલ રોડ પર શિવાલીકમાં રહેતા વિજેતા રત્નેશ ભાઇ કન્સલએ પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં મૂળ દિલ્હી-હરિયાણા બાદ દુબઇ ખાતે રહેતા અને પતિ રત્નેશ રવિન્દ્ર કન્સલ તથા સાસુ સીમા બહેન અને સાસરા રવિન્દ્ર કન્સલ સામે ફરિયાદ નોંધાવી છે, કે મેટ્રોમોનિયલ સાઇટના માધ્યમથી એકબીજાના બાયોડેટા જોઇને પસંદ પડતા ૨૦૧૯માં લગ્ન કર્યા હતા, ત્યારબાદ યુવતી દુબઇમાં સાસરીમાં સંયુકત પરિવારમાં રહેતા હતા. સાસરે થોડા સયમ રાખવાની તેમની ઇચ્છા હોવાથી લગ્નના બીજા દિવસથી પતિ સહિત સારી રીતે વાતચીત કરતા ન હતા.

બીજીતરફ પતિએ મેટ્રોનિયલ સાઇટ પર તેમના અભ્યાસ અને વાર્ષિક આવક દુબઇની કરન્સી મુજબ ત્રણેક લાખ દિરહામ બતાવી હતી જે માહિતી ખોટી હોવાની ખબર પડતાં હું આ બાબતે કંઇ જાણતો નથી કહીને પતિ ઉડાઉ જવાબ આપતા હતા અને ફરિયાદીને અલગ મકાનમાં રહેવા જવા દબાણ કરતા હોવાતા હતા. ૨૦૨૦માં પતિ અમદાવાદ આવ્યા ત્યારે ધંધો કરવા પાંચ કરોડથી લઇને નવ કરોડ સુધી લઇ આવવાની વાત કરતા હતા. બે દિવસ બાદ દુબઇ ગયા બાદ પતિ  સાસુ અને સસરાએ વાતચીત કરવાનુંં ઓછુ કરી દીધું હતું. ત્યારબાદ ફરિયાદી ગર્ભવતી હોવાની જાણ થતાં બાળક આપણે રાખવાનું નથી, બાળક રાખીશ તો ઘરે આવવાની ના પાડીને દબાણ કરીને ગર્ભપાત કરાવડાવ્યો હતો.

પતિ પત્ની દુબઇમાં ભાડાના મકાનમાં અલગ રહેવા ગયા તો સાસુ અને સસરા અવાર નવાર આવતા જતા હતા અને લગ્નની એક વર્ષ ગાંઠ નિમિત્ત્।ે મર્સિડિઝ કારની માંગણી કર્યા બાદ પતિ શારિરીક સબંધ પણ રાખતા ન હતા  અને માનસિક ત્રાસ આપતા હતા. આખરે કંટાળીને ફરિયાદી દુબઇથી અમદાવાદ પિતાના ઘરે આવી ગઇ હતી. (૨૨.૭)

લગ્નના બીજા જ દિવસથી વાત કરવાનું ઓછું કર્યું

ફરિયાદી મહિલા વિજેતાએ જણાવ્યું છે તેમ લગ્નના બીજા જ દિવસથી એનો પતિ તથા સાસુ-સસરા વાત કરવાનું નહિવત કરી નાખ્યું હતુ. પછીથી વાતચીત માં જાણવા મળ્યુ કે મારા પિયરપક્ષ તરફથી લગ્નપ્રસંગે શગુન પેટે જે કંઇ ભેટ -સોગાદ વગેરે આપ્યું તેનાથી તે બધા નારાજ હતા.

લગ્ન પછી પ્રથમવાર મળવા ગયા ત્યારે સોનુ-ચાંદી આપેલા

ફરિયાદી મુજબ માનસિક -શારીરિક ત્રાસથી જાણ થતાં મારા પિતા તથા ભાઇ મને દુબઇ મળવા આવ્યા ત્યારે પતિ, સાસુ-સસરાને એક કિલો ચાંદી, સોનાના છ સિક્કા અને બીજી બધી કિંમતી ભેટો આપી હતી. એ વખતે સાસુ-સસરાએ દુબઇમાં ધંધો કરવા આઠ થી નવ કરોડ આપો તેવી માંગણી કરી હતી.

(10:00 am IST)