Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

એન.ટી.ઇ.પી અંતર્ગત આયોજીત સી.એમ.ઇ માં પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સને ટીબી વિશે વિસ્તૃત માહીતી આપવામાં આવી

વિરમગામમાં પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સને આરોગ્ય વિભાગ દ્વારા કન્ટીન્યુઅસ મેડીકલ એજ્યુકેશન(સીએમઇ) અપાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી.ઇ.પી) અંતર્ગત અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સને સી.એમ.ઇ. (કન્ટીન્યુઅસ મેડીકલ એજ્યુકેશન) આપવામાં આવ્યુ હતુ. ડિસ્ટ્રીક્ટ ટીબી સેન્ટર અમદાવાદ તથા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે આયોજીત સી.એમ.ઇ. માં એસ.ટી.ડી.સી ડાયરેક્ટર ડો.પ્રણવ પટેલ, અમદાવાદ જિલ્લા ક્ષય અધિકારી ડો. દિક્ષીત કાપડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, એ.એમ.એ પ્રેસીડન્ટ ડૉ.અશ્વિન શાહ, ડો.દિલીપ પટેલ, ડૉ.રોહીત પટેલ, મેડીકલ ઓફિસરો, ટીબી સુપરવાઇઝર સહિત મોટી સંખ્યામાં વિરમગામ તાલુકાના પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સ ઉપસ્થીત રહ્યા હતા.
       અમદાવાદ જિલ્લા ક્ષય અધિકારી ડો. દિક્ષીત કાપડીયાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના પ્રાઇવેટ પ્રેક્ટીસનર્સને નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી.ઇ.પી) અંતર્ગત આયોજીત સી.એમ.ઇ માં ટી.બી, એમડીઆર ટીબી, પ્રિઝમટીવ ટીબી કેસ, પ્રિઝમટીવ પીડીયાટ્રીક ટીબી, ડાયગ્નોસિસ ઓફ ટીબી, કેસ ડેફિનેશન, ટ્રીટમેન્ટ રેજીમેન્સ, ડેઇલીડોઝ સીડ્યુએલ, ડ્રગ ડોઝ, ફોલોઅપ, સીબીનાટ, નિક્સય, 

સ્ટાન્ડર્ડ ટીબી કેર ઇન ઇન્ડીયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સી.એમ.ઇ.માં આપવામાં આવેલ સચોટ તથા વિસ્તૃત માર્ગદર્શનથી વિરમગામ તાલુકામાં ટીબીનું નોટીફીકેશન વધશે. નેશનલ ટ્યુબરક્યુલોસીસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી.ઇ.પી)માં પ્રાઇવેટ પ્રેક્ટીશનર્સ નું સતત ઉમદા યોગદાન મળતુ રહે તે રીતે સહકાર આપશો.

(5:46 pm IST)