Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ઇન્ડિયન આર્મીના હેલિકૉપ્ટરનું નડિયાદ પાસે ખેતરમાં ઇમર્જન્સી લૅન્ડિંગ : પાઇલટ સુરક્ષિત

હેલિકૉપ્ટરમાં આર્મીના બે અધિકારીઓ કેવડિયાથી અમદાવાદ પરત જઈ રહ્યા હતા

અમદાવાદ : આજે મોડી સાંજે ઇન્ડિયન આર્મીના એક હેલિકૉપ્ટરે નડિયાદના વીણા ગામમાં એક ખેતર પાસે ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં વીણા અને આજુબાજુના ગામના લોકો હેલિકૉપ્ટર જ્યાં લૅન્ડ થયું ત્યાં ધસી ગયા હતા.

જાણવા મળ્યા મુજબ ખેડા જિલ્લા ડીએસપી દિવ્યા મિશ્રાએ જણાવ્યું કે ઍન્જિનમાં યાંત્રીક ખામીના કારણે હેલિકૉપ્ટરે ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું.

હેલિકૉપ્ટરમાં આર્મીના બે અધિકારીઓ કેવડિયાથી અમદાવાદ પરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

હેલિકૉપ્ટરના ઇમર્જન્સી લૅન્ડિંગ બાદ હેલિકૉપ્ટરમાં સવાર બન્ને આર્મી અધિકારીઓને પોલીસે સુરક્ષિત રીતે નડિયાદ સર્કિટ હાઉસ ખાતે ખસેડ્યાં હતા. જ્યાંથી તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા.

(11:35 pm IST)