Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સાગબારા તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને લગ્નની લાલચે ભગાડી જઇ બળાત્કાર કરતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વારંવાર સગીર વયની દીકરીઓનું અપહરણ અને બળાત્કારની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે ત્યારે આ બાબત ઘણી ગંભીર કહી શકાય માટે આવી ઘટનાઓનું પુરનાવર્તનનાં થાય એ માટે કડક કાયદાનો અમલ પણ જરૂરી જણાઈ છે હાલમાં સાગબારા તાલુકાનાં એક ગામની દીકરી પણ એક હવસખોરનો ભોગ બની છે
  મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને જીતેન્દ્રભાઇ ઉદેશિંગ તડવી (રહે. હાલ કુઇદા મુળ રહે. ચોપડવાવ,તા. સાગબારા જી. નર્મદા) નામનો યુવાન લગ્નની લાલચ આપી,લલચાવી, પટાવી, ફોસલાવી ભગાડી લઇ જઇ આ સગીર વયની દિકરી સાથે મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સબંધ બાંધી ગુનો કરતા પોલીસે બળાત્કાર,પોસ્કો સહિતની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે.

(10:30 pm IST)