Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

નર્મદા : રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે સ્વામિત્વ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા; નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના નેતૃત્વમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે “સ્વામિત્વ” યોજનાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
  ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારોકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા કરવામાં આવતી મિલકતોની માપણી સુવ્યવસ્થિત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.વધુમાં સી.એ.ગાંધીએ સ્વામિત્વ યોજનાની કામગીરીના પ્રગતિની સમીક્ષા અને મોનિટરિંગ કરીને નર્મદા જિલ્લામાં સર્વેની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે તાકિદ કરી હતી.
  ઉક્ત બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નાંદોદ પ્રાંત અધિકારી શૈલેષભાઈ ગોકલાણી, એસ.એલ.આર. અધિકારી જે.કે.જોગરાણા, તમામ તાલુકાઓના વિકાસ અધિકારીઓ, મામલતદાર સહિત સબંધિત અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યાં હતાં

(10:28 pm IST)