Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું વીજ કનેક્શન કપાયું

રૂ.૧૧૭૦/- ભરપાઈ ન થતા ચૂંટણી ટાણે જ કનેક્શન કપાઈ જતા કાર્યાલયે તાળું લાગ્યું

 

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યાલયનું વીજ કનેક્શન કપાઈ જતા ઘોર બેદરકારી બહાર આવી છે બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે અને હવે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું વિજળીનું બિલ રૂ.૧૧૭૦  ભરપાઈ થતા કનેક્શન કપાઈ ગયુ હતુ અને ચૂંટણી ટાણે વીજ કનેક્શન કપાઈ જતા કાર્યાલયે તાળું લાગ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાનો મોબાઈલ પણ બંધ કરી દઈ જવાબ આપવામાંથી બચવાનો પ્રયત્ન કર્યો હતો.

    બનાસકાંઠા જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ છે અને જિલ્લામાં ટીકીટ માટે દોડધામ કરી રહેલા ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલયમાં આવતા હોય છે અને ચૂંટણી જંગ જીતવાની વ્યૂહ રચના પણ ચર્ચાતી હોય છે અને કોંગ્રેસના મોવડી નેતાઓ પણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં આવતા હોય છે ત્યારે ચૂંટણી ટાણે કોંગ્રેસ કાર્યાલયનું વીજ કનેક્શન કપાઈ જતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ તાળુ બંધ કરીને રવાના થઈ ગયા હતા.

 માત્ર રૂ.૧૧૭૦/- જેવી નજીવી રકમનું બિલ ભરવા માટે પણ જિલ્લા પ્રમુખ દ્વારા ભરપાઈ કરાતા કનેક્શન કપાઈ ગયુ છે અત્રે ઉલ્લખનીય છે કે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લેન્ડલાઈન કનેક્શન પણ બંધ કરાવી દેવામાં આવ્યુ છે. આમ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની બેદરકારી સામે આવી હતી.

(12:03 am IST)