Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સુરતમાં પારસી ટ્રસ્ટની સ્મશાનભૂમિની જમીનમાં ઘૂસણખોરી મામલે બે બિલ્ડરની ધરપકડ ;બે ની શોધખોળ

સિટીલાઇટ રોડ પાસેની જમીનમાં ઘૂસણખોરી કરીને બિલ્ડર વિરડીયા બંધુઓ અને મળતિયાઓએ અંતિમવિધિ માટેનું દખમું અને બંગલી તોડી નાખતા ફરિયાદ

 

સુરતમાં પારસી ટ્રસ્ટની જમીનમાં ઘૂસણખોરી મામલે બે લોકોની ધરપકડ કરાઈ છે જયારે એનબય બે નાસતા ફરતાની શોધખોળ હાથ ધરી છે સુરતના સિટીલાઇટ રોડ પાસેની પારસી ટ્રસ્ટની સ્મશાનભૂમિની જગ્યા પર વર્ષ 2008 થી અનેક વિવાદ અને કેસ ચાલી રહ્યા છે ગત 9મી જાન્યુઆરી પારસી સ્મશાનભુમિની જમીનમાં ઘૂસણખોરી કરીને બિલ્ડર વિરડીયા બંધુઓએ મળતિયાઓ સાથે અંતિમવિધી માટેનું દખમું અને બંગલી તોડી નાખતા પારસી ટ્રસ્ટના જમશેદ પેશોતન દોટીવાલાએ ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે વરાછાના બિલ્ડર અશ્વીન લાલજી વિરડીયા તથા જિતેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. બિલ્ડરનો ભાઇ હિરેન વિરડીયા અને ધીરૂ ભરૂ નાયકા હજી કેસમાં ભાગતા ફરી રહ્યા છે.

   ઘટનાની મળતી વિગત પ્રમાણે શહેરના સતત ધમધમતા રહેતા સિટીલાઇટ રોડ પર એસવીએનઆઇટી કોલેજની પાછળ પારસી ટ્રસ્ટની સ્મશાનભૂમિની જગ્યા પર વર્ષ 2008 થી અનેક વિવાદ અને કેસ ચાલી રહ્યા છે. ઘટનાને પગલે પોલીસે તમામ દસ્તાવેજો તપાસીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:59 pm IST)