Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મંગળફેરા પહેલા વરરાજાને યુવકે કહ્યું ,, ઉભો થઈ જા, આ છોકરી સાથે મારે પરણવાનું છે :લગ્નમંડપમાં હોબાળો

કન્યાપક્ષે ચોરી ઉપરથી શિનાજોરી:જો જાન લગ્ન વગર પાછી જશે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી :અંતે કલોલના વેડા ગામની જાન લીલા તોરણે પાછી ફરી

 

કાલોલના વેડા ગામના યુવાન સાથે લગ્નના નામે મજાક જેવું બન્યું હતું મંગળફેરા ફરે તે પહેલા લગ્નમંડપમાં અન્ય એક યુવક ઘસી આવીને કહ્યું કે ઉભો થઇ જા છોકરી સાથે મારે પરણવાનું છે બનાવથી લગ્નમંડપમાં જબરો હોબાળો મચી જવા પામ્યો હતો લાંબી જીભાજોડી થઇ હતી બીજીતરફ કન્યાપક્ષે વેળાએ ગામના યુવકને લગ્ન કરીને જવા દબાણ કરવાની સાથે ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા મામલો વધુ ગરમાયો હતો છેવટે પોલીસની સમજાવટથી કલોલના વેળાએ ગામની જાન લીલા તોરણે પરત ફરી હતી

   અંગેની વિગત મુજબ કલોલ તાલુકાનાં વેડા ગામનાં એક બારોટ યુવાનનું સગપણ મહેસાણા જીલ્લાના લીંચ ગામે કરાયું હતું. ગઈકાલે યુવાનનાં લગ્ન હતાં યુવક યુવતીના પરીવારજનો તથા સગાં સ્નેહીઓમાં હરખ હતો બંને પક્ષે ધામધૂમપૂર્વક લગ્નની તૈયારી કરી હતી.સાંજે વાજતે ગાજતે જાન વેડાથી નીકળી મહેસાણા હાઈવે પર લગ્ન સ્થળ પહોંચી હતી. યુવતીપક્ષે પણ વાજતે ગાજતે જાનનું સ્વાગત કયુ હતું.

  દરમિયાન જાનૈયાઓ જમી પરવાયો ત્યાં વરરાજાને વિધિપૂવેક મંડપમાં લાવવામાં આવ્યો હતો. મંગળફેરા આડે થોડો સમય હતો યુવકનાં મનમાં હષેનું ઘોડાપુર ઉમટયું હતું. સમયે યુવતીના એક કૌટુંબિક યુવકે સ્ટેજ પર આવી વરરાજાને ધમકીભયો સ્વરે કહ્યું ઉભો થઈ જા છોકરી સાથે મારે પરણવાનું છે.અમે ફક્ત સામાજીક રીતે લગ્ન બંધનમાં બંધાયા નથી, બાકી અમે બધી રીતે એકબીજાને વરી ચૂક્યા છીએ.તેમ કહી બંનેના ફોટો બતાવ્યાં હતાં

   ઘટનાને પગલે લગ્ન મંડપમાં ભારે હોબાળો મચી ગયો હતો.વરપક્ષે પહેલેથી અન્યને વરી ચૂકેલ કન્યાને લઈ જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો જયારે બીજી તરફ મંડપમાં આમંત્રિતો સામે પોતાની ઈજ્જત લીલામ થતા કન્યાપક્ષે ચોરી ઉપરથી શિનાજોરી કરતાં જો જાન લગ્ન વગર પાછી જશે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પરીણામે મામલો વધુ ગરમાયો હતો.
 
બાબતની જાણ વેડા ગામે થતાં યુવકના સગાં સ્નેહીઓ નહીં સમગ્ર ગામ એકત્રિત થઈ ગયું હતું. બંને પક્ષમાં ઉગ્ર બોલાચાલી થતાં લગ્ન સ્થળ જાણે શાબ્દીક યુધ્ધનું સમરાંગણ બની ગયું હતું.આખરે વડીલો તથા પોલીસની સમજાવટથી મામલો સમાધાનમાં પરીણમ્યો હતો પરંતુ મનમાં લગ્નના કોડ સાથે ગયેલ યુવકનાં ઓરતાં અધૂરા રહી ગયાં હતાં વાજતે ગાજતે ગયેલ જાને લીલા તોરણે પાછા ફરવું પડયું હતું.

(10:21 pm IST)