Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સુરત નજીક 56 લાખના વિદેશી દારૂનું ટ્રેઇલર ઝડપાયું : ઇન્ડિયન આર્મીના નામે બોગસ ઓર્ડર બનાવી દારુની હેરાફેરીનો પર્દાફાશ

ખોટો ઓર્ડર બનાવીને નાસિકના કેન્ટોનમેન્ટથી ભૂજ કેન્ટોનમેન્ટ પહોંચાડવાનો હતો :હરિયાણાના પાસીંગવાળું કન્ટેનર જપ્ત

સુરત ;રાજ્યમાં દારૂબંધી હોવા છત્તા મોટાપાયે દારૂ ઘુસાડાતો હોય છે અને છાસવારે દારૂનો જથ્થો ઝડપાતો હોય છે રાજ્યમાં દારૂ વેચાવાના અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારુ સપ્લાય કરવાના કિસ્સા બનતા રહે છે ત્યારે સુરત નજીકથી 56 લાખના વિદેશી દારૂ ભરેલું આખું ટ્રેઇલર ઝડપાયું છે જેમાં આર્મીના નામે બોગસ ઓર્ડર બનાવીને ગેરકાયદે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે  

  અંગેની વિગત મુજબ ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પલાસણા પાસેથી 56.44 લાખનો IMFl (ઈન્ડિનય મેડ ફોરેન લીકર)નો જથ્થો ઝડપી પાડ્યો છે.રાત્રે ચેકિંગ દરમિયાન પોલીસે ટ્રેઈલરને રોકીને તપાસ કરતા તેમાં દારુની હેરાફેરી કરવામાં આવતી હોવાનું જાણીને કાર્યવાહી કરી છે. ટ્રક હરિયાણાથી આવી રહ્યો હતો.પોલીસે દારુ પકડ્યો તેની સાથે એકની ધરપકડ કરી છે જ્યારે ત્રણના નામ વોન્ડેડ છે. અગાઉ ગાભોઈથી પકડાયેલા દારુમાં પણ વોન્ટેડ આરોપીનું નામ સામે આવ્યું હતું

   સુરતથી પકડાયેલો વિદેશી દારુનો જથ્થો ખોટો ઓર્ડર બનાવીને નાસિકના કેન્ટોનમેન્ટથી ભૂજ કેન્ટોનમેન્ટ પહોંચાડવાનો હોવાનું દર્શાવ્યું હતું. અંગે પણ પોલીસે ફરિયાદ નોંધી છે.

ઈન્ડિયન આર્મીના નામે ખોટો ઓર્ડર બનાવીને દારુના જથ્થાની હેરાફેરી કરવાની ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. પોલીસે ઓર્ડરની કોપીની ખરાઈ અંગે તપાસ કરી ત્યારે માલુમ પડ્યું કે ઓર્ડર નકલી છે. પોલીસે હરિયાણાના પાર્સિગવાળા કેન્ટેરને જપ્ત કરીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

(11:16 pm IST)