Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વાપીના ચલા વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે નરાધમે શારીરિક અડપલાં કર્યા

વાપી: વાપીના ચલા વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા યુવાનની ૧૦ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાપી ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાં ચલા ખાતે ઠાકોરભાઈની ચાલીમાં રહેતા એક પરિવારની ૧૦ વર્ષીય બાળકી ગઈકાલે બાથરૃમમાં ગઈ હતી. તે દરમિયાન ચાલીમાં રહેતા રામજી ઉર્ફે સુમન ગુપ્તેશ્વર ઉપાધ્યાય (ઉ.વ.૨૦) જબરદસ્તીથી બાથરૃમમાં ઘુસી ગયો હતો. બાદમાં બાળકીનું મોઢું દબાવી શારીરિક અડપલા કરતા બાળકીએ બુમાબુમ મચાવી દેતા રામજી ભાગી ગયો હતો. આ બનાવ અંગે બાળકીના પરિવારે વાપી ટાઉન પોલીસ મથકમાં રામજી વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

 

(6:10 pm IST)