Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

આણંદના જીટોડીયા નજીક ત્રિપલ અકસ્માતમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આણંદ નજીક આવેલ જીટોડીયા કોર્ટ પાસે બોરસદ જવાના માર્ગ પર સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે ટ્રેકટર અને છોટા હાથી ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર બંને વાહનો અથડાયાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં ટેમ્પા ચાલકને ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતમાં છોટા હાથી ટેમ્પાના આગળના ડ્રાયવર સાઇડનો ભાગ લોચો વળી ગયો હતો. 

(6:08 pm IST)