Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા ૧૯ એપ્રિલ સુધીમાં પૂરી કરવા આદેશઃ ત્યારબાદ શિક્ષકોને NCERT તાલીમ

રાજકોટ તા.૭ : રાજયના શિક્ષણ નિયામકે તમામ પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા ૧૯ એપ્રિલ સુધીમાં આટોપી લેવા માટે જિલ્લા તંત્રોને સુચના આપી છે. વાર્ષિક પરીક્ષા પછી શિક્ષકો માટે તાલીમ આવી રહી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં જી.સી.આર.ટી. મુજબ અભ્યાસક્રમ ચાલતો હતો પરંતુ હવે પછીના નવા શૈક્ષણિક સત્રથી ધો.૧ થી ૯ અને ૧૧ના મુખ્ય વિષયોમાં નેશનલ કાઉન્સીલ ઓફ રીસર્ચ એન્ડ ટ્રેનીંગની રૂપરેખા મુજબ નવો અભ્યાસક્રમ આવી રહ્યા છે. નવા અભ્યાસક્રમ અને સંભવત એપ્રિલના ઉતરાર્ધમાં અથવા મે મહિનાના પ્રારંભ સબંધિત શિક્ષકો માટે તાલીમ વર્ગ યોજાનાર છે. તાલીમને અનુલક્ષીને પરીક્ષા સમયસર પૂરી કરવા જણાવાયુ છે.

 

(3:47 pm IST)