Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શેરબજારમાં સુનામી આવતા ગુજરાતના રોકાણકારોએ કરોડો રૂપિયા ગુમાવ્યા

એકલા અમદાવાદમાં જ આશરે બે હજાર કરોડથી વધુ નુકસાન

મુંબઇ તા. ૭ : શેરબજારમાં સુનામી આવતા રોકાણકારોના કરોડો રૂપિયા ગુમાવાનો વારો આવ્યો છે. એમાંય ફંડીગમાં ઉભા રાખેલા શેરો બ્રોકરોએ ખુલ્લા વેચાણ કરતા દસથી વીસ ટકા સુધીનો શેરોમાં ઘટાડો થયો હતો. જેના લીધે અમદાવાદ સહિત ગુજરાતના રોકાણકારોઓએ અબજો રૂપિયા ગુમાવ્યા છે. શેરબજારમાં એ ગ્રુપમાં ડબ્બામાં ઉભા કરવામાં આવેલા શેરોમાં માર્જીન લાવે અથવા તો શેરો સરખા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.જેના લીધે કેટલાક શેરબજારના સટ્ટોડિયાઓ મોટી રકમ વ્યાજે લાવીને ચૂકવી હતી.જયારે કેટલાકના શેરો સરખા કરતા લાખો રૂપિયાનું નુકસાન આવ્યુ હતુ. ડબ્બામાં અને રોકડામાં શેરોની ખરીદી બ્રોકરોએ બંધ કરી દીધી હતી. જેના લીધે નીચામાં રોકાણકારો શેરો ખરીદી કરી શકયા નહોતા.

રોકાણ કારોએ આજે સવારે ડાઉનજોન્સ ફયુચરમાં ૧૨૦૦ પોઈન્ટનો કડાકો જોતા તેમના પાટિયા બેસી ગયા હતા. કેટલાક રોકાણકારોએ બજારમાં શુ થશે અને કેટલાકે કડાકો અટકશે તે અંગે નિષ્ણાતોના સંપર્ક કર્યો હતો. રોકાણકારોએ બ્રોકરોને નીચામાં શેરો ખરીદવાનું કહેતા પહેલા ચેક આપો પછી ખરીદી કરવામાં આવશે તેમ કહી દીધુ હતુ.જયારે એ ગ્રુપના શેરો ડબ્બામાં ખરીદીને ઉભેલા સટ્ટોડિયાના શેરો ડબ્બા ટ્રેડર્સોએ કાપી નાંખ્યાનું કહીને નુકસાની જમા કરાવવાનું કહ્યુ હતુ.

જેના લીધે ડબ્બામાં કામ કરતા રોકાણકારોને મોટું નુકસાન આવ્યુ હતુ. એક અંદાજ મુજબ આજના કડાકાને લીધે એકલા અમદાવાદમાં જ આશરે બે હજાર કરોડથી વધુ નુકસાન થયુ છે.જયારે ગુજરાતમાં હજારો કરોડનું નુકસાનનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ડબ્બામાં સોદો લખનારા આશરે ૨૦ હજારથી વધુ છે.જયારે ગુજરાતમાં ૫૦ હજારથી વધુ લોકો ડબ્બામાં શેરોના સોદા લખી રહ્યા છે.

શેરબજારમાં મોટા કડાકાને લીધે અમદાવાદમાં નાણાં ગુમાવનાર હોસ્પિટલમાં દાખલ થયા તો કેટલાક રોકાણકારોના બ્રોકરાનો ત્યાં જ બીપી ડાઉડ થઈ ગયાની ઘટનાઓ બની હતી.બજારમાં સતત કડકાને લીધે કેટલુ નુકસાન જઈ રહ્યુ છે તેની ગણતરીઓ લગાવવામાં આવતી હતી.જો કે, છેલ્લે બજારમાં થોડીક રીકવરી આવતા રોકાણકારોએ બ્રોકરોને બે-ત્રણ દિવસમાં ચેક આપીને શેરો ઉભા રાખવા માટે મજબૂર કર્યા હતા.(૨૧.૧૩)

 

(11:45 am IST)