Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

પુત્રવધુની હત્યા પ્રકરણમાં જેલમાં રહેલ મહિલાનો વડનગર જેલમાં આપઘાત

પુત્રવધુની હત્યા પ્રકરણમાં જેલમાં રહેલ મહિલાનો વડનગર જેલમાં આપઘાત

મહેસાણાઃ જીલ્લાના વડનગરની જેલમાં મહિલા કેદીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ મહેસાણાની વડનગરની સબ જેલમાં મહિલા આરોપી મહિલા વિજયાબેન રાણા ખેરાલુના ચાણસો ગામમાં પુત્ર સાથે મળી પુત્ર વધુની હત્યાના કેસમાં છેલ્લા એક માસથી જેલમાં હતી.

વિજયાબેને વડનગર જેલમાં વહેલી સવારે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ આત્મહત્યા કયા કારણોસર કરી તેનું રહસ્ય અકબંધ છે.

(7:26 pm IST)
  • ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના કેમ્પ ઉપર ત્રાસવાદીઓ ત્રાટકયાઃ ૧૧ જવાનો ઘાયલ : મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આસામ રાઇફલ્સના ટ્રાન્ઝીટ કેમ્પમાં આજે સવારે એક પછી એક બે વિસ્ફોટો થયા, જેમાં ૧૧ જવાનો ઘવાયા છે. ઉગ્રવાદિઓએ પ્રશ્ચિમ ઇમ્ફાલમાં ખુમાન લંપક મુખ્ય સ્ટેડિયમ પાસે આ વિસ્ફોટો થયેલ. કોઇ આતંકી જુથોએ હજુ સુધી હુમલાની જવાબદારી મળી નથી. access_time 3:47 pm IST

  • બેંગ્લુરૂમાં પણ વરસાદી ઝાપટાની આગાહી access_time 6:00 pm IST

  • રાજસ્થાન હાઇકોર્ટે ફિલ્મ 'પદ્મવત'ને આપ્યું ગ્રીન સિગ્નલ : રાજ્ય સરકારને ફિલ્મ રીલીઝ કરાવવા માટે આપ્યો આદેશ. access_time 11:33 pm IST