Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમદાવાદ :વંદે ભારત ટ્રેનના અકસ્માત અંગે ભેંસના માલિક સામે RPFએ ફરિયાદ નોંધાવી

ગાંધીનગર -મુંબઇ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને આડે ભેંસ આવતા અકસ્માત સર્જાયો હતો: પ્રતિબંધિત વિસ્તારમાં પશુ લાવતા કાર્યવાહી: વટવા આર.પી.એફએ નોંધી ફરિયાદ

ગાંધીનગર -મુંબઇ વચ્ચે દોડતી  વંદે ભારત ટ્રેનને આડે ભેંસ આવતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે  રેલવે પોલીસે  આ મામલે ભેંસના માલિક સામે ફરિયાદ નોંધી છે,ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું. જો કે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.

ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત મામલે વટવા આરપીએફએ પ્રતિબંધિત વિસ્તારમાં પશુ લાવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:03 am IST)