Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોડીસાંજે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સટાસટી

કાળા ડિબાંગ વાદળ અને વીજળીના ચમકારાઓ વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરુ : વેજલપુર, સેટેલાઇટ અને ખોખરા-હાટકેશ્વર -અમરાઈવાડી-મણિનગર-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈસનપુર -વસ્ત્રાલ-રામોલ-હાથીજણ-નિકોલ-ઓઢવ સહિત ના વિસ્તારો મા સતત વરસાદ

અમદાવાદ :  ગુજરાતમાંથી  ચોમાસુ વિદાય લે પૂર્વે  તે ફરી એકવાર સક્રિય થયું છે. જેમાં આજે વહેલી સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓ અને શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. તેમજ વાતાવરણમાં પણ ઠંડક અનુભવાતી હતી. જ્યારે શહેરમાં મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેમાં વેજલપુર, સેટેલાઇટ અને ખોખરા-હાટકેશ્વર -અમરાઈવાડી-મણિનગર-જશોદાનગર-ઘોડાસર-વટવા-ઈસનપુર -વસ્ત્રાલ-રામોલ-હાથીજણ-નિકોલ-ઓઢવ સહિત ના વિસ્તારો મા સતત વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કાળા ડિબાંગ વાદળ અને વીજળીના ચમકારાઓ વચ્ચે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરુ થયો છે.

(8:02 pm IST)