Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો : ગોધરા આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ

પોપટપુરા, ભમૈયા, ઓરવાડા, કેવડીયા,વાવડી બુઝર્ગ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરુ

પંચમહાલ જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પોપટપુરા, ભમૈયા, ઓરવાડા, કેવડીયા,વાવડી બુઝર્ગ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરુ થયો હતો. સવારથી રહેલા વાદળ છાયા વાતાવરણ બાદ પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી.

(7:21 pm IST)