Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આસોમાં અષાઢી માહોલ : વડોદરા વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો

રાવપુરા, નિઝામપુરા, છાણી, સમાં, સમતા, ગોરવા, હરણી, ફતેહગંજ, સયાજીગંજમાં ભારે વરસાદ પડ્યો: સવારે અમીછાંટણા બાદ સાંજે તૂટી પડ્યો

વડોદરા : શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને સવારથી જ શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા હતું. ત્યાર બાદ સમી સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

  શહેરના રાવપુરા, નિઝામપુરા, છાણી, સમાં, સમતા, ગોરવા, હરણી, ફતેહગંજ, સયાજીગંજમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ વરસાદના અમી છાંટણા પડ્યા હતા અને સાંજે ધોધમાર વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ વડોદરા ગ્રામ્યમાં પણ વાઘોડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

(7:21 pm IST)