Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ :ચૂંટણી પંચ સોશ્યલ મીડિયા માટે અલગ સેલ ઉભો કરવામાં આવશે

રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા પોસ્ટ પર ખાસ વોચ રાખવામાં આવશે: ચૂંટણી કાર્યવાહી માટે સોશ્યલ મીડિયાનું અલાયદું સેલ ઉભું કરવા માટે પણ તૈયારી શરૂ

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ની તૈયારી ના ભાગરૂપે ચૂંટણી પંચે પણ બેઠકો શરૂ કરી છે, સાથે સાથે નિષ્પક્ષ ચૂંટણી માટે અલગ અલગ આદેશો બહાર પાડવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચ માટે, સૌથી મોટો માથાના દુખાવો બનેલા સોશિયલ મીડિયા પર અંકુશ લાદવા ની સાથે ચૂંટણી કાર્યવાહી માટે સોશ્યલ મીડિયાનું અલાયદું સેલ ઉભું કરવા માટે પણ તૈયારી શરૂ કરી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તયરે રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી છે, સાથે ચૂંટણી તંત્ર પણ ઇલેકશન મોડમાં આવી ગયેલ છે.આ મામલે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ રાજયના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા થયેલી કામગીરીની વિડીયો કોન્ફન્સ મારફતે સમીક્ષા કરી હતી.આ બેઠકમાં સોશ્યલ મીડિયા સ્વીપ, ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને તાલીમ એમ.સી.એમ.સી. જેવી કામગીરી સારી રીતે થાય તે બાબતે ભાર મુકયો હતો.

રાજયની વિધાનસભાની સામાન્ય ચૂંટણી નિષ્પક્ષ અને ન્યાયી રીતે યોજાય તે માટે સુચન કર્યુ હતું. આ બેઠકમાં સોશ્યલ મીડિયા માટે અલાયદુ સેલ ઉભુ કરવા કુલ મતદાન મથકના 50 ટકા મતદાન મથકો પર વેબકાસ્ટીંગની સુવિધા, રીસીવીંગ અને ડીસ્પેચ સેન્ટર, ફરીયાદ નિવારણ સેલની રચના સહિતની વિગતો રજૂ કરી હતી.

(7:00 pm IST)