Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાજ્‍ય સરકાર દ્વારા વ્‍યવસાય વેરા સમાધાન યોજના ૨૦૨૨ જાહેર : ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધી અમલી

રાજ્‍ય સરકાર દ્વારા વ્‍યવસાફ વેરા સમાધાન યોજના ૨૦૨૨ જાહેર કરાય છે. આ યોજના ૩૧ ડિસેમ્‍બર સુધી અમલી રહેશે.

 ગુજરાત રાજ્‍યમાં તા. ૦૧.૦૪.૧૯૭૬ થી ગુજરાત રાજ્‍ય વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ,૧૯૭૬ અમલમાં છે. તેના અમલ શરૂ થયાથી તા. ૩૧.૦૩.૨૦૦૮ સુધી આ કાયદાના અમલની સઘળી સત્તા રાજય સરકાર હસ્‍તક હતી. વર્ષ ૨૦૦૮-૨૦૦૯ થી રાજય સરકાર દ્વારા અમુક અપવાદોને બાદ કરતાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓના નાણાકીય સંસાધનો વધુ મજબૂત કરવાના હેતુસર વ્‍યવસાય વેરો નાખવાની, ઉઘરાવવાની અને ઉદઘરાવ્‍યા બાદ પોતાની પાસે રાખવાની સત્તા આપવામાં આવેલ છે. ભારતના બંધારણના અનુ. ૨૭૬(૨) થી કરવામાં આવેલ જોગવાઇ અનુસાર કોઇ એક વ્‍યક્‍તિ માટે આ વેરાનો મહત્તમ વાર્ષિક દર ૨૫૦૦/- નિયત થયેલ છે.

આ કાયદા અન્‍વયે વ્‍યવસાયવેરો ભરવાને જવાબદાર થતી વ્‍યક્‍તિઓની મુખ્‍ય બે કક્ષા છે.

૧. પગારદાર કે વેતનદાર વતી તેઓને કામે રાખનારા નિયોક્‍તા, ૨. વ્‍યવસાયીઓ

આ પૈકી કક્ષા-૧ ના કિસ્‍સામાં પ્રતિ માસ ૧૨,૦૦૦/- થી વધુ પગાર કે વેતન મેળવતી વ્‍યક્‍તિએ ર૨૦૦ પ્રતિ માસના દરે વ્‍યવસાય વેરો ભરવાનો રહે છે. આ વેરો તેઓએ વેતન/પગાર માંથી કપાત કરાવીને કાયદાની કલમ-૪ હેઠળ નિયોક્‍તા મારફતે નિયમોનુસાર નિયત થયેલી પધ્‍ધતિએ જમા કરાવવાનો રહે છે. જ્‍યારે વ્‍યવસાયીઓએ એટલે કે કક્ષા-૨ ના કિસ્‍સામાં કલમ-૫(૨) હેઠળ એનરોલમેન્‍ટ પ્રમાણપત્ર મેળવી સમયમર્યાદામાં નિયત દરે વેરો ભરવાનો રહે છે.

 કાયદા તથા નિયમોની વિદ્યમાન જોગવાઈ પ્રમાણે રજીસ્‍ટ્રેશન કે એનરોલમેન્‍ટ મેળવેલ ન હોય તથા ભરવાપાત્ર વ્‍યવસાયવેરો ભરેલ ન હોય તે કેસમાં નીચે મુજબની શિક્ષાત્‍મક કાર્યવાહી હાથ ધરવાની રહે છે.

સરકારનાં ધ્‍યાન પર આવેલ છે કે, ઘણા વ્‍યવસાયીઓ / નિયોક્‍તાઓ વ્‍યવસાયવેરો ભરવાપાત્ર હોવા છતાં વ્‍યવસાય વેરાના તંત્રમાં પોતાની નોંધણી કરાવેલ નથી, આવા બિન નોંધાયેલ વ્‍યવસાયીઓ /નિયોક્‍તાઓમાં નાના કારખાનેદારો અને નાના પાયે વ્‍યવસાય કરનારાઓની સંખ્‍યા બહોળી છે.

આવા વ્‍યવસાયીઓ વ્‍યવસાયવેરા કાયદાની જોગવાઇઓનું પાલન કરવા અને પોતાની ચૂક સુધારવા ઇચ્‍છતા હોવા છતાં શિક્ષાત્‍મક કાર્યવાહીના ભયથી પોતાની ક્ષતિ સુધારવા પ્રેરિત થતાં નથી. આથી આવા નાના કરદાતાઓને જો કાયદાના ભંગમાંથી નિષ્‍પન્ન થતી શિક્ષાત્‍મક કાર્યવાહીમાંથી રાહત આપી પોતાની ક્ષતિ સુધારી લેવાની તક આપવામાં આવે તો આવા કરદાતાઓ તેઓએ ભરવાનો થતો વેરો નિયમિતપણે ભરી શકે તથા રાજ્‍ય સરકારની અને ખાસ કરીને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની વેરાકીય આવકમાં વધારો થવાથી આવી સંસ્‍થાઓ દ્વારા પોતાના વિસ્‍તારોમાં નાગરિકોની સુખસુવિધામાં વધારો કરવા હાથ ધરવામાં આવતા વિકાસ કાર્યોને પણ વેગ મળી શકશે. આથી આવા નાના કરદાતાઓને વ્‍યવસાય વેરામાં રાહત આપવાની યોજના અમલમાં મૂકવાની બાબત રાજ્‍ય સરકારની સક્રીય વિચારણા હેઠળ હતી.

 ઠરાવઃ

આથી કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાજ્‍ય સરકારે ઠરાવ્‍યા અનુસાર નોંધણી નંબર કે એનરોલમેન્‍ટ પ્રમાણપત્ર મેળવેલ ન હોય તેવા તેમજ તે મેળવેલ હોય પરંતુ ભરવાપત્ર વેરો ભરેલ ન હોય કે વેરો ઉઘરાવેલ જ ન હોય અને પોતાની આવી ક્ષતિ સુધારવા ઇચ્‍છતા કરદાતાઓ માટે નીચે મુજબની રાહત યોજના અમલમાં મુકવામાં આવે છે.

 

વ્‍યવસાય વેરા સમાધાન યોજના, ૨૦૨૨

(૧) (અ) બિન-નોંધાયેલ વ્‍યવસાયીઓ માટેઃ વ્‍યવસાય કરતી વ્‍યક્‍તિ કે સંસ્‍થાઓ જેઓ વ્‍યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે પરંતુ વ્‍યવસાય વેરા એનરોલમેન્‍ટ નંબર ધરાવતા નથી. તેઓ આ વેરા સમાધાન યોજનાના સમય દરમ્‍યાન વ્‍યવસાય વેરા નંબર મેળવવા અરજી કરે અને ઉક્‍ત સમય દરમ્‍યાન નિયત દરે ભરવાપાત્ર રકમનું ચલણ રજૂ થયેથી તેને તરત જ એનરોલમેન્‍ટ  પ્રમાણપત્ર આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્‍મક કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.

 (બ) નોંધાયેલ વ્‍યવસાયીઓ માટે : જે વ્‍યવસાયીઓ વ્‍યવસાય વેરા કાયદા હેઠળ એનરોલમેન્‍ટ -માણપત્ર ધરાવે છે પરંતુ તેઓએ કોઇ કારણોસર વ્‍યવસાય વેરો ભર્યો નથી તેવા વેરાના કસૂરદારો જેટલા વર્ષનો વ્‍યવસાય વેરો બાકી હોય તેટલા વર્ષની વ્‍યવસાય વેરાની રકમ નિયત દરે ભરી નિયત નમૂનામાં અરજી કરે તો તેઓને આકારવાપાત્ર વ્‍યાજમાંથી મુકિત આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્‍મક કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.

(૨) (અ) બિન-નોંધાયેલા નિયોકતાઓ માટે :  આ યોજના અન્‍વયે કામે રાખનાર નિયોકતા કે જેઓએ વ્‍યવસાય વેરા હેઠળ નોંધણી નંબર મેળવેલ નથી અને વેતનદારો પાસેથી વ્‍યવસાય વેરો ઉઘરાવેલ નથી તેમજ સરકારમાં જમા કરાવેલ નથી તેઓ આ વેરા સમાધાન યોજનાના સમય દરમ્‍યાન રજીસ્‍ટ્રેશન મેળવવા અરજી કરે અને નિયત દરે ભરવાપાત્ર રકમનું ચલણ રજૂ થયેથી તેઓને રજીસ્‍ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે અને આકારવાપાત્ર વ્‍યાજમાંથી મુકિત આપવામાં આવશે તેમજ તેઓને દંડકીય અને શિક્ષાત્‍મક કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.

(બ) નોંધાયેલ નિયોકતાઓ માટે : નિયોકતાએ તેમના વેતનદારો પાસેથી વ્‍યવસાય વેરો ઉઘરાવેલ હોય પરંતુ સંબંધિત સત્તાધિકારી સમક્ષ જમા કરાવેલ ન હોય તેવા નિયોક્‍તા જો ઉઘરાવેલ વ્‍યવસાય વેરોની રકમ માસિક ૧.૫ ટકા લેખે વ્‍યાજ સહિત ભરે તો તેઓને દંડકીય કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે અથવા નિયોક્‍તાએ જો વેરો ઉઘરાવેલ જ ન હોય તો તેઓને વ્‍યાજ અને દંડકીય કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.

 આ યોજના ઠરાવ -સિધ્‍ધ થયા તારીખ થી તા.૩૧.૧૨.૨૦૨૨ સુધી અમલમાં રહેશે. તે ગુજરાત રાજ્‍ય વ્‍યવસાય, વ્‍યાપાર, ધંધો અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ હેઠળ તા.૦૧.૦૪.૨૦૦૮ના જાહેરનામાંથી નિર્દિષ્ટ કરવામાં આવેલ સર્વે ડેઝીગ્નેટેડ ઓથોરીટીઝને જાહેરનામામાં દર્શાવેલ વિસ્‍તાર તથા વ્‍યક્‍તિઓના વર્ગને લાગુ પડશે.

 આ યોજનાના અમલીકરણમાં એકસૂત્રતા જળવાય તે હેતુસર જરૂર જણાયે માર્ગદર્શક સૂચનાઓ તથા અરજી ફોર્મ વગેરેને આવરી લેતો પરિપત્ર મુખ્‍ય રાજ્‍ય વેરા કમિશનરે બહાર પાડવાનો રહેશે. તેમ દિલિપ ઠાકર સરકારના નાયબ સચિવ (ટેક્‍સ)એ જણાવ્‍યુ છે.

આમુખ

સમગ્ર દેશમાં તા.૦૧.૦૭.૨૦૧૭ થી માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ અમલમાં આવેલ છે. આ કાયદાના અમલને પાંચ વર્ષ જેટલો સમય થયેલ છે. પરંતુ, માલ અને સેવા વેરા અધિનિયમ, ૨૦૧૭ના અમલ પહેલાના વેચાણવેરાને લગતા ગુજરાત વેચાણવેરા અધિનિયમ, ૧૯૬૯, કેન્‍દ્રીય વેચાણવેરા અધિનિયમ, ૧૯૫૬ અને ગુજરાત મૂલ્‍યવર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩ હેઠળ ઘણી અપીલો અને વસુલાત પડતર છે. રાજ્‍યમાં હાલ અંદાજે એક લાખ જેટલા કેસોમાં આ કાયદાઓ હેઠળની વસુલાતો બાકી છે. જે પૈકી અંદાજે ૬૨ ટકા જેટલા કેસોમાં કુલ બાકી વસુલાતની માત્ર ૦.૩૦ ટકા જેટલી વસુલાત સંકળાયેલી છે. આવા જુના પડતર વિવાદોના ત્‍વરિત અને અસરકારક નિકાલ માટે રાજ્‍યના વિવિધ એસોશીએશન તરફથી વેરા રાહત યોજના અમલમાં મૂકવા સંબંધિત રજૂઆતો રાજ્‍ય સરકારને મળેલ છે.

આવી નાની રકમની વસુલાતમાં જો રાહત આપવામાં આવે તો તે પાછળ ખર્ચાતા ઘણાં માનવ કલાકોની બચત થતાં તેનો ઉપયોગ વિદ્યમાન માલ અને સેવા વેરાનાં વધુ સરળ વહીવટ અને વધુ અસરકારક અમલીકરણ માટે થઇ શકે. Ease of Doing Business માટે પણ આવા - પ્રયાસોની જરૂરિયાત છે. ઉપરાંત, નાનાં વેપારીઓને વસુલાતની કાર્યવાહી સબબ થતી મુશ્‍કેલી દૂર કરી રાહત આપી શકાય. જેથી માનવ સંસાધનોના સુચારૂ ઉપયોગ અને કરદાતા વર્ગને થતી મુશ્‍કેલી દૂર કરવા ઉપર જણાવેલ કાયદા હેઠળ રાહત આપવાની બાબત રાજ્‍ય સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્‍ત વિચારણાના અંતે રાજ્‍ય સરકાર નીચે જણાવેલ વિગતે ગુજરાત વેચાણવેરા અધિનિયમ, ૧૯૬૯, કેન્‍દ્રીય વેચાણવેરા અધિનિયમ, ૧૯૫૬ અને ગુજરાત મૂલ્‍યવર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩ હેઠળની વેરા રાહત યોજના-૨૦૨૨ જાહેર કરવાનું આથી ઠરાવે છે.

 ઠરાવઃ-

૧. આ યોજના ગુજરાત વેચાણવેરા, કેન્‍દ્રીય વેચાણવેરા અને ગુજરાત મૂલ્‍યવર્ધિત વેરા માફી યોજના, ૨૦૨૨ તરીકે ઓળખાશે.

૨. આ યોજના નીચે મુજબનાં કાયદાઓ હેઠળની બાકી વસુલાત, અપીલ અને અન્‍ય કાર્યવાહીને લાગુ પડશે.

(૧) ગુજરાત વેચાણવેરા અધિનિયમ,૧૯૬૯ (૨) કેન્‍દ્રીય વેચાણવેરા અધિનિયમ, ૧૯૫૬ અને

(૩) ગુજરાત મૂલ્‍યવર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩

૩. આ કાયદાઓ હેઠળની બાકી વસુલાતો અન્‍વયેની ડીમાન્‍ડ તેમજ તે અન્‍વયેના ચડત વ્‍યાજ ચૂકવવામાંથી નીચે મુજબની વિગતે વેપારીઓ/કરદાતાઓને મુક્‍તિ આપવાનું આયી ઠરાવવામાં આવે છે.

(અ) તા.૩૧.૦૩.૨૦૦૬ સુધીનાં વેચાણનાં વ્‍યવહારો માટે ગુજરાત વેચાણવેરા અધિનિયમ અને કેન્‍દ્રીય વેચાણવેરા અધિનિયમ હેઠળનાં આખરી આદેશો મુજબ કાયદા દીઠ -ત્‍યેક વર્ષ માટેની ડીમાન્‍ડ રૂા.૧.૦૦.૦૦૦/- સુધીની હોય તેવાં વેપારીઓને આવી ડિમાન્‍ડ તથા તે અન્‍વયેના ચડત વ્‍યાજ ચૂકવવામાંથી મુક્‍તિ આપવામાં આવે છે.

(બ) તા.૦૧.૦૪.૨૦૦૬ થી તા.૩૧.૦૩.૨૦૧૭ સુધીનાં વ્‍યવહારો માટે ગુજરાત મૂલ્‍યવર્ધિત વેરા અધિનિયમ અને કેન્‍દ્રીય વેચાણવેરા અધિનિયમ હેઠળનાં આખરી આદેશો મુજબનું કાયદા દીઠ તમામ વર્ષોની કુલ ડિમાન્‍ડ રૂા. ૫૦,૦૦૦/- સુધીની હોય તેવાં વેપારીઓ/કરદાતાઓને આવી ડીમાન્‍ડ તથા તે અન્‍વયેના ચડત વ્‍યાજ ચૂકવવામાંથી મુક્‍તિ આપવામાં આવે છે.

 ૩.૧  આ યોજના હેઠળ ઉપર જણાવેલ ત્રણેય કાયદાને અલગ-અલગ મુલવવાનાં રહેશે.

 ૩.૨     તા.૩૧,.૦૮.૨૦૨૨ સુધીમાં ઇશ્‍યુ કરવામાં આવેલ કામચલાઉ આકારણી/ઓડિટ આકારણી/ફેર આકારણી/ફેર તપાસ/ઇસ્‍યુ બેઝ આકારણી/ભૂલ સુધારણા અથવા વિવાદ આદેશો પૈકીના આખરી આદેશને જ ધ્‍યાને લેવાના રહેશે.

 ૩.૩ તા.૩૧.૦૩.૨૦૦૬ સુધીનાં વ્‍યવહારો માટે પ્રત્‍યેક કાયદા દીઠ (એટલે કે ગુજરાત વેચાણવેરા અધિનિયમ અને કેન્‍દ્રીય વેચાણવેરા અધિનિયમ દીઠ) તમામ વર્ષોની ઉપસ્‍થિત થયેલી ડીમાન્‍ડ પૈકી જે-જે વર્ષ માટેનાં આખરી

આદેશ મુજબની ડિમાન્‍ડ રૂા.૧,૦૦,૦૦૦/- થી વધુ ન હોય તેવાં દરેક વર્ષ માટે વેપારી/કરદાતાને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ત્‍યારબાદનાં એટલે કે તા. ૦૧.૦૪.૨૦૦૬ થી તા.૩૧.૦૩.૨૦૧૭ સુધીનાં વ્‍યવહારો માટે પ્રત્‍યેક કાયદા દીઠ (એટલે કે ગુજરાત મૂલ્‍યવર્ધિત અધિનિયમ અને કેન્‍દ્રીય વેચાણવેરા અધિનિયમ દીઠ) તમામ વર્ષોની કુલ ડિમાન્‍ડ રૂા. પ૦,૦૦૦/- થી વધુ ન હોય તેવાં વેપારી/કરદાતાઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

 ૩.૪  કોઇ વેપારીનાં કિસ્‍સામાં ઇસ્‍યુ બેઝ આકારણી થયેલ હોય તો તે અન્‍વયેના આખરી આદેશ મુજબની ડીમાન્‍ડનો સમાવેશ, તેને સંબંધિત આકારણી વર્ષનાં કોઇ આખરી આદેશ મુજબની ડીમાન્‍ડમાં કરી તે મુજબની કુલ ડીમાન્‍ડ આ યોજના હેઠળની મર્યાદા માટે ધ્‍યાને લેવાની રહેશે.

૩.પ આ યોજના હેઠળ ઉપસ્‍થિત થયેલ ડીમાન્‍ડની રકમનો અર્થ, આખરી આદેશ/આદેશો મુજબની વેરો, વ્‍યાજ અને દંડ સહિતની કુલ રકમ એવો કરવાનો રહેશે.

૩.૬ આખરી આદેશ મુજબ ઉપસ્‍થિત ડીમાન્‍ડ માત્ર વ્‍યાજ કે દંડ અથવા તે બન્નેનું હોય તેવાં કિસ્‍સાઆમાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. પરંતુ, માલના હકીકતે વેચાણ કર્યા વિના ફક્‍ત વેચાણ બિલો ઇસ્‍યુ કરવામાં આવેલ હોય તેવાં બોગસ બિલીંગનાં કિસ્‍સાઓમાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.

૩.૭ જે પેઢીઓ માલ અને સેવા વેરા કાયદા હેઠળ ૧૧૮દ્‌ટ થયેલ નથી અને આ ઠરાવની તારીખે જે પેઢઠીઓનો ધંધો/વ્‍યવસાય બંધ છે તેવી પેઢીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

 ૩.૮ તા. ૦૧.૦૭.૨૦૧૭ પછી મૂલ્‍યવર્ધિત વેરા અધિનિયમ હેઠળ જે વેપારીનો નોંધણી દાખલો ચાલુ રહ્યો છે તેવાં વેપારીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.

 ૩.૯ ભારત સરકારે ૧?૯ ડ્રા૧વ્‍વતાં૧૦૧ /ત, ૧૯૬૨ હેઠળ ભાગેડુ The Extradition Act જાહેર કરેલ હોય તેવી વ્‍યક્‍તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.

૩.૧૦ કોઇ વેપારીના કિસ્‍સામાં કોઇ આખરી આદેશ પરત્‍વે તા. ૦૧.૦૯.૨૦૨૨ પહેલાં, રાજ્‍ય વેરા તંત્ર દ્વારા કોઈ આકારણી, ફેર આકારણી, ફેર તપાસ, ભૂલ સુધારણા અથવા ઇસ્‍યુ બેઝ આકારણીની કાર્યવાહી હાથ ધરવામાં

આવેલ હોય અને હાલ તે પડતર હોય તેવાં વેપારીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.

 ૩.૧૧ જે કિસ્‍સામાં આખરી આદેશ પરત્‍વે તા.૦૧.૦૯.૨૦૨૨ પહેલાં રાજ્‍ય વેરા તંત્ર દ્વારા ટ્રીબ્‍યુનલ અથવા કાયદાની અદાલતમાં દાખલ કરેલ કોઈ અપીલ પડતર હોય તેવાં વેપારીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.

૪. યોજનાની અન્‍ય બાબતો

૪.૧ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર હોય તેવાં કિસ્‍સામાં જો વેપારી/કરદાતા દ્વારા કામચલાઉ આકારણી, ફેર આકરણી, ફેર તપાસ, ભૂલ સુધારણા કે ઇસ્‍યુ બેઝ આકારણી આદેશ સામે અપીલ કરવામાં આવેલ હોય અને તે પડતર હોય તો અપીલ સત્તાધિકારી દ્વારા આવી અપીલ દફતરે કરવાની રહેશે. પરંતુ જો કોઇ વેપારી પોતાની

પડતર અપીલ આગળ ચલાવવા માંગતા હોય તો તેઓએ આ ઠરાવની તારીખથી દિન-૩૦માં સંબંધિત અપીલ સત્તાધિકારીને લેખિત જાણ કરવાની રહેશે.

 ૪.૨ આ યોજનાને અનુસંધાને, કોઈપણ કારણે કોઈ રીફંડ ઉપસ્‍થિત થાય તો તેવુ કોઈ રીફંડ મળવાપાત્ર થશે નહિ કે તેવી વધારાની રકમ અન્‍ય બાકી વસુલાત સામે સરભર થઇ શકશે નહિ. વધુમાં, આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર હોય તેવા કોઈ આદેશ સામે વેપારી દ્વારા વિવાદ દાખલ કરી કોઈ રકમનું પ્રાથમિક ભરણું કરેલ હોય તો તેવી રકમ પરત મળવાપાત્ર થશે નહી.

 ૪.૩ આ યોજનાનો લાભ મેળવવા માટે વેપારી/કરદાતાએ કોઇ અરજી કરવાની રહેશે નહી.

 ૪.૪ આ યોજનાને અનુસંધાને વેરામાફીનો લાભ આપવા બાબતે મુખ્‍ય રાજ્‍ય વેરા કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તેવા નિર્ણય સામે કોઇ કોર્ટ કે સત્તાધિકારી સમક્ષ અપીલ થઈ શકશે નહી.

૪.પ આ યોજનાના અમલ વાસ્‍તેની સઘળી કાર્યવાહી તથા જરૂર જણાયે આનુષંગિક હુકમો કરવાની કાર્યવાહી મુખ્‍ય રાજ્‍ય વેરા કમિશનરશ્રીએ હાથ ધરવાની રહેશે. તેમ દિલીપ ઠાકર સરકારના નાયક સચિવ (ટેકસ)એ જણાવ્‍યું છે. 

(6:18 pm IST)