Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ફાફડા-જલેબી કે લીયે કુછ ભી કરેગા.. દશેરાએ અમદાવાદમાં ખરીદી માટે લાગી લાંબી-લાંબી લાઇનો

અમદાવાદના આશ્રમ રોડ ઉપર દશેરાએ જલેબી-ફાફડા ખરીદવા લાગેલી લાઇન તસ્‍વીરમાં જોવા મળે છે ગમે તેટલા મોંઘા હોય ખાવા એટલે ખાવા એ જ શોખ રહ્યો છે અમદાવાદીઓનો. (૨૨.૮)

રાજકોટ,તા. ૬ : આ મહિનાના છેલ્લા અઠવાડીયામાં ‘તહેવારોની મહારાણી' દિવાળી આવી રહી છે ત્‍યારે દિવાળીની રજાઓ-વેકેશન દરમ્‍યાન દેશ-વિદેશ વિવિધ ડેસ્‍ટીનેશન્‍સ ઉપર ફરવા જવા માટે સહેલાણીઓ ગાંડાતૂર બન્‍યા છે. અનુકુળ સમય અને બજેટને અનુરૂપ ગ્રુપ-સર્કલ, ફેમિલી મેમ્‍બર્સ સાથે યાદગાર ટૂર કરવા માટે લોકોમાં જબરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

કોરોનાને કારણે લગભગ છેલ્લા બે વર્ષથી સુષુપ્‍ત અવસ્‍થામાં રહેલ ‘ટ્રાવેલ્‍સ માર્કેટ'માં પણ રોકેટ ગતિએ ઉછાળો આવ્‍યો છે અને ટ્રાવેલ એજન્‍ટસ પણ ખુશખુશાલ થઇ ગયા છે. મોટાભાગના ટ્રાવેલ એજન્‍ટસ પાસે ટીકીટ, હોટલ બુકીંગ, પેકેજીગ, ઓનલાઇન બુકીંગ, પાસપોર્ટ, સાઇન સીન્‍સ, ફુડ વિગરેની જબરી ડીમાન્‍ડ નિકળી પડી છે. વિવિધ સ્‍થળોએ જવા માટે પસંદગીના રૂટ ઉપરની ફલાઇટ, ટ્રેઇન, બસ વિગેરેમાં પણ લાં....બું વેઇટીંગ લીસ્‍ટ ઓપરેટ થઇ રહ્યું છે. ગત જન્‍માષ્‍ટમીના સંદર્ભમાં મોટાભાગના પેકેજમાં કોસ્‍ટીંગ ઉંચુ ગયું હોવાનું રાજકોટના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ દિલીપભાઇ મસરાણી (ફેવરીટ ટૂર્સ-મો. નં. ૯૮૭૯૫ ૪૦૬૩૩), જીતુભાઇ વ્‍યાસ (વ્‍યાસ ટૂર્સ મો.નં. ૯૮૨૪૩ ૩૦૫૫૫), સમીરભાઇ કારીયા (સનરાઇઝ ટૂર્સ- મો. નં. ૯૮૨૫૩ ૭૭૭૦૪) વિગેરે જણાવી રહ્યા છે. મોટાભાગના પેકેજીસની કિંમતમાં વધારો થવા પાછળના કારણોમાં લોકલ કોસ્‍ટ, ડોલરની કિંમત, ફલાઇટની ટીકીટ કિંમતમાં વધારો વિગેરેને ગણી શકાય.

આ દિવાળીમાં લોકો કુલુ, મનાલી, શીમલા, ચંદીગઢ, ગોવા, ઉદયપુર,કુંબલગઢ, જયપુર, જોધપુર, સાસણ, દિવ, માઉન્‍ટ આબુ, જૂનાગઢ રોપ વે, સોમનાથ, દ્વારકા, ખોડલધામ, વીરપુર (પ.પૂ.જલારામબાપા), બંગ્‍લોર, મૈસુર, ઉંટી, કોડાઇ કેનાલ, કુર્ગ, દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પેલિંગ, મુન્નાર, ઠેકડી, પુઆર આઇલેન્‍ડ, હરીદ્વાર, નૈનિતાલ, માથેરાન, મહાબળેશ્વર, કાશ્‍મીર, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, આસા -ગુવાહાટી, ચેરાંપુંજી, તાવાંગ, ક્રિસ્‍ટલ વોટર સાઇટ સહિતના ડેસ્‍ટીનેશન્‍સ ઉપર જવા માટે સહેલાણીઓ તલપાપડ બન્‍યા છે. ટીકીટો અને કન્‍ફર્મ હોટલ બુકીંગ માટે દોડાદોડી કરી રહ્યા છે. અથવા તો ઓનલાઇન ગુગલ સર્ચ કરીને વહેલી તકે બુકીંગ કન્‍ફર્મ કરી રહ્યા છે. ઘણા લોકો ‘કસ્‍ટમાઇઝડ' (માત્ર ટીકીટ બુકીંગ કે પછી હોટલ બુકીંગ અથવા તો બ્રેક ફાસ્‍ટ, લંચ, ડીનર અને સાઇટ સીન્‍સ વિગેરે) પેકેજ પણ લઇ રહ્યા છે. ‘ક્‍લબ' પેકેજ પણ ચાલી રહ્યા છે કે જેમાં બે અલગ અલગ  પેકેજ ડીઝાઇન કરવામાં આવે છે. સમય અને બજેટને અનુરૂપ પેકેજ લોકો દ્વારા પ્રીફર કરાઇ રહ્યા છે.

અલગ-અલગ દિવસો અને હોટલની કેટેગરી -ફેસેલિટીઝ પ્રમાણેના લેવીસ લાઇફ-સ્‍ટાઇલ સાથેના ગોવાના એક્‍સ અમદાવાદ અથવા તો એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્‍યકિત ૨૦ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધી ટ્રાવેલ માર્કેટમાં સેલ થઇ રહ્યા છે. જી.એસ.ટી. સહિતની બાબતો ને લઇને ગોવાના ઘણા પેકેજ એકસ ગોવા પણ હોય છે. ટીકીટ લઇને આવવા-જવાનું અથવા તો સાઇટ સીન્‍સ કે હોટલ-એરપોર્ટ-હોટલ ટ્રાન્‍સફર ઇન્‍કલુડ ન પણ હોય. ઘણા રીસોર્ટમાં માત્ર બ્રેકફાસ્‍ટ જ ઇન્‍કલુડ હોય શકે.

* આ વર્ષે લોકો દક્ષિણ ભારતમાં બેંગ્‍લોર, મૌસુર, ઉંટી, કુર્ગ અને વાઇનાડના બાય એર એકસ રાજકોટ ૭ થી ૮ રાત્રીના પેકેજ લઇ રહ્યા છે. જેના પ્રતિ વ્‍યકિત ૫૦ થી ૬૦ હજાર રૂપિયાની કિંમત જાણવા મળે છે. હાલમાં ફલાઇટ ટીકીટ ઉંચી જઇ રહી છે. આ સિવાય નોર્થ ઇસ્‍ટમાં દાર્જીલિંગ, ગંગટોક, લાચુંગ, પેલિંગ, કાલીનપોંગના ૮ રાત્રીના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્‍યકિત ૬૦ હજાર રૂપિયા આસપાસ બુક થઇ રહ્યા છે.

ઉપરાંત કેરાલા તરફના કોચીન, મુન્‍નાર, ઠેકડી, પુઆર આઇલેન્‍ડના ૭ રાત્રીના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્‍યકિત ૬૦ હજાર રૂપિયા આસપાસ પસંદગી પામી રહ્યા છે. તો સાથે-સાથે લોકો આ દિવાળી ઉપર દિલ્‍હી, હરીદ્વાર, ઋષિકેશ, નૈનિતાલ (ઉતરાખંડ)ના ૭ રાત્રી આઠ દિવસના એકસ રાજકોટ કે એક અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૫૦ હજાર રૂપિયા આસપાસ બુકીંગ કરાવી રહ્યા છે.

*મનાલી-સીમલા-ચંદીગઢના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ ૪૫ હજાર રૂપિયા આસપાસ મળી રહ્યા છે. રાજકોટ-સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાંથી બાય રોડ જનારા સહેલાણીઓ સાસણ-દિવ-જૂનાગઢ-સોમનાથ-ખોડલધામ-વીરપુર-રાજકોટ સહિતના સ્‍થળોએ જવા માટે અત્‍યારથી પ્‍લાનિંગ કરી રહ્યા છે. સાસણ ખાતે પ્રી સ્‍ટારથી માંડી ફાઇવ સ્‍ટાર હોટલ-રીસોર્ટના એક રાત્રીના કપલ પેકેજ ૬ હજાર થી ૨૫ હજાર રૂપિયા સુધી બુક થઇ રહ્યાનું ટ્રાવેલ એજન્‍ટસ જણાવે છે.

* રાજસ્‍થાના કુંબલગઢ, જેસલમેર, જોધપુર, ઉદયપુરના થ્રી સ્‍ટાર હોટલના બ્રેકફાસ્‍ટ-ડીનર સાથેના એક રાત્રીના કપલ પેકેજ ૬ થી ૭ હજાર રૂપિયામાં જઇ રહ્યા છે. અહીં બાયપરોડ જનારા પ્રવાસીઓ મોટી માત્રામાં જોવા મળે છે. સમગ્ર વિશ્વના લોકોમાં આકર્ષણ જગાવનાર ગુજરાતમાં આવેલ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતેના ૨ રાત્રી કે ૩ રાત્રી પેકેજ ૧૧ હજારથી ૧૨ હજાર રૂપિયામાં બુક થઇ રહ્યા છે. એકઝટ બુકીંગ સ્‍ટેટસ-રેઇટ ઓનલાઇન જાણી શકાય છે.

* કાશ્‍મીરના એકસ રાજકોટ અથવા તો એકસ અમદાવાદ ૭ રાત્રીના પેકેજ ફેસેલિટીઝ મુજબ ૫૫ થી ૭૦ હજાર રૂપિયા આસપાસ થઇ રહ્યા છે. ઉપરાંત હિમાચલના સીમલા, મનાલી, ધરમશાલા, ડેલહાઉસી, અમૃતસરના નવરાત્રીના એકસ રાજકોટ/ એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૬૦ હજાર રૂપિયા આસપાસ બોલાઇ રહ્યા છે.

* ભારતમાં સેવન સીસ્‍ટર્સ નામે ઓળખાતા વિસ્‍તારો ગોવાહાટી (આસામ), ચેરાપુંજી, તાવાંગ, ક્રિસ્‍ટલ વોટર સાઇટના ૮ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૮૦ હજાર રૂપિયામાં ખપી રહ્યા છે.

* છેલ્લા થોડા સમયથી ગુજરાત, સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિવિધ જગ્‍યાએ આવેલ લકઝુરીયસ કલબ, ફાર્મ તથા રીસોર્ટમાં જવાનો પણ જબ્‍બર ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં કચ્‍છ-ગાંધીધામ-માંડવી વિસ્‍તારમાં આવેલ ફોર સ્‍ટાર રીસોર્ટ સહિતનાનો સમાવેશ થાય છે. એક રાત્રીના કલપ દીઠ ૭ થી ૮ હજાર રૂપિયા ટેરીફ ચાલી રહ્યા છે. અહીં આવેલ હેતલ -રિસોર્ટમાં વિજય વિલાસ પેલેસ, રેડીશન, હોલી ડે વિલેજ સહિતનો સમાવેશ થાય છે. માંડવીમાં આવેલ સેરેના રીસોર્ટમા એક રાત્રીનો કપલ પેકેજ અંદાજે ૧૫ હજાર રૂપિયાથી સ્‍ટાર્ટ થતો હોવાનું જાણવા મળે છે.

* આ ઉપરાત ગુજરાતના ચાંપાનેરમાં આવેલ હેરીટેજ રીસોર્ટનો એક રાત્રીનો બ્રેકફાસ્‍ટ, ડીનર સાથેનો કપલ પેકેજ ૮ થી ૧૦ હજાર રૂપિયા આસપાસ થવા જાય છે. તો સાથે-સાથે આણંદ ખાતેનો મધુબન અને નિયોન્‍સ રીસોર્ટ પણ ડીમાન્‍ડેબલ છે. અહીં અંદાજે ૧૦ થી ૧૨ હજાર રૂપિયામાં એક રાત્રીનો કપલ પેકેજ બુક કરાવી શકાય છે.

* અમદાવાદના સાણંદ રોડ ઉપર આવેલ સ્‍ટાર કલબ પણ સહેલાણીઓને આકર્ષે છે. બ્રેકફાસ્‍ટ, ડીનર સાથેનો અહીંનો બે રાત્રીનો કપલ પેકેજ ૧૬ હજાર રૂપિયા આસપાસ બુક થઇ રહ્યો છે. સુરેન્‍દ્રનગર વિસ્‍તારનો દશારા ખાતેનો ‘રણ રાઇડર્સ રીસોર્ટ' પણ કપલદીઠ ૮ થી ૧૦ હજારમાં મળી રહ્યો છે. અહીં ડેઝર્ટ સફારી જેવો અનુભવ લઇ શકાય છે. અહીં ફોરેનર્સ પ્રમાણમાં વધુ આવતા હોય છે.

* રાજકોટ-અમદાવાદ હાઇ વે ઉપર બામણબોર જી.આઇ.ડી.સી., બંસલ પેટ્રોલ પંપ પાસે, રાજકોટ ખાતે આવેલ પ્રભુ ફાર્મસ એન્‍ડ રીસોર્ટ ખાતે પણ વીથ ફેમિલી દિવાળીની યાદગાર રજાઓ ગાળી શકાય છે. અહીંનું રમણીય વાતાવરણ, કીંગ્‍સ ક્રાફટનું મેનેજમેન્‍ટ અને ફુડ કવોલિટી, વિવિધ રાઇડસ સાથેનો એડવેન્‍ચર પાર્ક સોનામાં સુગંધ ભેળવી દે છે. અહીં એક રાત્રી બે દિવસના પ્રતિ વ્‍યકિત ૨૯૯૦ રૂપિયા ટેરીફ છે. જેમાં રહેવાનું, હાઇ ટી, લંચ, ડીનર, બ્રેકફાસ્‍ટ ઇન્‍કલુડ છે. મો. નં. ૮૫૧૧૧ ૬૪૧૧૧ તથા ૭૪૮૬૦ ૦૦૭૦૯ ઉપર બુકીંગ કરાવી શકાય છે. રાજકોટના ન્‍યારી ડેમ રોડ ઉપર આવેલ લકઝુરીયસ રીજન્‍સી લગૂન રીસોર્ટના પણ દિવાળી પેકેજ લઇ શકાય છે. (મો. ૯૬૧૦૧ ૫૫૫૫૩)

ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ

* આ દિવાળીમાં ફોરેન ફલાઇ કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો અબોવઓલ-એવરગ્રીન દુબઇ ફરી વખત ‘ઓલ વેઇઝ ઓન ટોપ' ડેસ્‍ઠીનેશન તરીકે ઉભરી રહ્યુ છે. દુબઇ જવા માટે લોકોએ દોડ મુદી છે. દુબઇના ૬ રાત્રી ૭ દિવસના એકસ રાજકોટ અથવા એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ રૂપિયામાં () વેંચાઇ રહ્યા છે. લાપીના રીસોર્ટ સાથેના પેકેજ એક લાખ અગ્‍યાર હજાર રૂપિયામાં ફટાફટ બુક થઇ રહ્યા છે. ફોર સ્‍ટાર હેતલ, સાઇટ સીન્‍સ, મીલ વિગેરે સામેલ છે.

*આ ઉપરાંત ફોર સ્‍ટાર હોટલ સાથેના ભુટાનના ૭ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૮૦ હજાર રૂપિયામાં બુક થાય છે. આ દિવાળી ઉપર સિંગાપુર, મલેશીયા, થાઇલેન્‍ડ વીથ ક્રુઝના પેકેજ પણ ‘હાઇસેલ'ની કેટેગરીમાં જોવા મળે છે. ૮ રાત્રી ૯ દિવસમાં એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત દોઢ લાખ રૂપિયાથી શરૂ થયા છે. માત્ર થાઇલેન્‍ડ (ફુકેત-ક્રાબી-બેંગ્‍કોક)ના સાત રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ રૂપિયા આસપાસ મળી રહ્યા છે.

* ગેટ વે ઓફ યુરોપ ગણાતા તુર્કી, ઇસ્‍તંબુલ, કાપાડોકીયાનો નવ દિવસનો એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૧,૩૫,૦૦૦ રૂપિયા આસપાસ બજારમાં છે. આ સ્‍થઇ હોટ એર બલૂન માટે ફેમસ છે. ઉપરાંત સ્‍વીટ્‍ઝરલેન્‍ડ, પેરીસ, જર્મની સાથેના ૧૨ થી ૧૩ દિવસના યુરોપના પેકેજ પ્રતિ વ્‍યકિત ૨,૨૫,૦૦૦ રૂપિયામાં  બુકી કરી શકાય છે. જો કે યુરોપ ટૂર માટે ઘણા કિસ્‍સામાં વીઝા મેળવવામાં પ્રોબ્‍લેમ થતો હોવાનું સામે આવ્‍યું છે.

* મોરેસીયસના ૬ રાત્રીના તથા માલદીવ્‍ઝના ચાર રાત્રી પાંચ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૧,૨૫,૦૦૦થી સ્‍ટાર્ટ થતા હોય છે. આ દિવાળીમાં બાલી (ઇન્‍ડોનેશિયા)ના છ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ રૂપિયામાં બુક થયા હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ જણાવે છે.

* વિયેટનામા, કંબોડીયાના છ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૯૦ હજારથી એક લાખ રૂપિયા સુધી મળી રહ્યા છે. હવે તો અમદાવાદથી ડાયરેકટ વિયેટ જેટ ફલાઇટ પણ શરૂ થઇ ગઇ છે. સાઉથ આફ્રીકાના ૧૨ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત સવા બે થી અઢી લાખ રૂપિયા આસપાસ બુક થઇ રહ્યા છે. વીઝા મેળવવામાં વેઇટીંગ હોવાથી અમેરિકા પ્રમાણમાં ઓછું ચાલે છે. દરેક પેકેજ માટે ટ્રાવેલ એજન્‍ટસ પાસે કે પછી ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. અહીં આપેલા ડોમેસ્‍ટીક તથા ઇન્‍ટરનેશનલ પેકેજીસના ભાવમાં સંજોગોવસાત ફેરફાર પણ હોય શકે છે. પેકેજ બુક કરાવતા પહેલા સંપૂર્ણ માહિતી વેબસાઇટ દ્વારા ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે.

* તો ચાલો, થઇ જાવ તૈયાર દિવાળીની રજાઓ-વેકેશનમાં અવનવા મનગમતા ડેસ્‍ટીનેશન્‍સની સહેલ કરવા દુનિયાના કોઇ પણ ખૂણે જઇએ ત્‍યાં ખમીરવંતા સૌરાષ્‍ટ્ર વાસીઓ-ગુજરાતીઓ ન હોય તો જ નવાઇ ! અને એટલે જ કહેવાય છે ને કે ‘જ્‍યાં જ્‍યાં વસે એક ગુજરાતી ત્‍યાં ત્‍યાં સદા કાળ ગુજરાત! જય જય ગરવી ગુજરાત. સૌને દિવાળીની હૃદયપૂર્વક શુભકામનાઓ અને નવા વર્ષના જયશ્રી કૃષ્‍ણ.

(10:37 am IST)