Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ડ્રગ્સ માફિયાઓ પર કાર્યવાહી: સુરતમાં ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર બુલડોઝર ફેરવી દેવાયું

અલારખ્ખા દ્વારા ખાનગી જગ્યાએ કરવામાં આવેલ દબાણ દૂર કરાયું

સુરત : દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનમાં ડ્રગ પેડલર રમજાનનું ગેરકાયદેસર મકાન તોડી પડયા બાદ હવે સુરતમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.  

 સુરતમાં ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર સરકારી બુલડોઝરફરી વળ્યું છે. અલારખ્ખા દ્વારા ખાનગી જગ્યાએ કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્વત પાટિયાની એક હોટેલમાંથી ડ્રગ્સ માફિયા અલારખ્ખાની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. 

(12:24 am IST)