Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ નજીવી બાબતે ઝઘડો થતા સામસામે હુમલામાં મામલો બિચકતા પોલીસ ફરિયાદ

ખેડા:જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ સામાન્ય બાબતે ઝઘડાઓ થયા હતા.કપડવંજના માલઇંટાડીના રઇજીબારીયાના મૂવાડા ગામે પૈસા અંગે મહેમદાવાદ શહેરના પહાડીયા ઢાળમાં અંગત અદાવતમાં અને મહેમદાવાદ શહેરના એક સ્ટોર્સ આગળ સામાન્ય બાબતે વાત વણસી હતી.ત્રણેય બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના માલઇટાડી તાબે આવેલ રઇજીબારીયાના મૂવાડા ખાતે રહેતા મનુભાઇ, કિશનભાઇ, ગીતાબેન અને કૈલાશબેન ભાવેશભાઇના પત્ની ભાવનાબેનને હેરાન કરતા હતા.જેથી બનાવ અંગે ભાવેશભાઇ ઉપરોક્ત વ્યક્તિઓને ઠપકો કરવા ગયા હતા તે સમયે કિશનભાઇ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી ઝઘડો કર્યો હતો.વળી મનુભાઇએ હાથમાં રહેલ ઇંટ પકડી માથાના ભાગે મારી ઇજા કરી હતી.એટલેથી અટકતા નજીકમાં પડેલ લાકડાના ડંડાની જાપોટ મારી ઇજાઓ પહોચાડી હતી.જ્યારે કિશનભાઇ,ગીતાબેન અને કૈલાશબેને ગડદાપાટુનો મારમાર્યો હતો. બનાવ અંગે ભાવેશભાઇ ઉદાભાઇ સોલંકી રહે,રઇજીબારીયાના મૂવાડાએ કપડવંજ રૂરલ પોલીસ મથકે ચારેય વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:22 pm IST)