Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સુરતના સરથાણા વિસ્તારમાં ઘરમાં એકલી રહેતી પરિણીતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલ કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની પત્ની અઢી વર્ષ અગાઉ ઘરે એકલી હતી ત્યારે ઘરમાં ઘુસી તેની સાથે દુષ્કર્મ કરનાર પાડોશી યુવાને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જોકે, પરિણીતા તેને તાબે થઈ નહોતી અને પતિને અહીં રહેતા ફાવતું નથી તેમ કહી સ્થળે રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાર બાદ પણ પાડોશી યુવાન ફોન કરી માંગણી કરતો હોય પરિણીતાએ છેવટે પતિને જાણ કર્યા બાદ પાડોશી યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની સુરતના સરથાણા વિસ્તારમાં 33 વર્ષીય પત્ની સ્મિતા ( નામ બદલ્યું છે ) અને એક પુત્રી-એક પુત્ર સાથે રહેતા યુવાન રત્નકલાકાર તરીકે કામ કરે છે. વર્ષ 2016 માં તેમણે યોગીચોક વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં બીજા માળે રહેતા અજય ગોયાણી સાથે ઓળખાણ હોય એકબીજાના ઘરે અવરજવર હતી. દરમિયાન, વર્ષ 2018 ના દિવાળીના વેકેશનમાં તેમના એપાર્ટમેન્ટના મોટાભાગના રહીશો વતન ગયા હતા અને સ્મિતાના બંને બાળકો પણ નાનાના ઘરે વતન ગયા હતા.સ્મિતાના પતિ કામ માટે બહાર ગયા હતા ત્યારે અજય ઘરે આવ્યો હતો અને દરવાજો અંદરથી બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું.

(5:22 pm IST)