Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વડોદરાના શિયાબાગ વિસ્તારમાં રોડ પર પસાર થતી યુવતીને પજવણી કરનાર રોમિયોને નવાપુરા પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

વડોદરા:શહેરના નવાપુરા પોલીસ મથકની SHE ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શિયાબાગ વિસ્તારમાં કેટલાક યુવકો પસાર થતી યુવતીઓ સાથે મજાક-મસ્તી કરી છેડતી કરે છે. જેથી મહિલા પોલીસની ટીમ રાત્રે 10:30 શિયાબાગ મીઠી બા હોલ પાસેથી સાદા ડ્રેસમાં પગપાળા પસાર થયા હતા તે સમયે ચાર યુવકોએ તેમને જોઈને અશ્લીલ ગીતો ગાઇઅપશબ્દો બોલી, અશ્લીલ ચેનચાળા કરી છેડતી કરી હતી.

દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ વોચમાં હોય તેઓએ ચારેય રોમિયો ને ઝડપી પાડયા હતા. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મયુર લાલાભાઈ કહાર, વિજય સુરેશભાઈ કહાર, ગુરુપ્રસાદ પુરુષોત્તમભાઈ કહાર( ત્રણેવ રહે-કહાર મહોલ્લો, નવાપુરા, વડોદરા) અને કરણ ભરતભાઈ કહાર ( રહે-કાકાસાહેબ ટેકરો, દાંડિયાબજાર, રાવપુરા, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું.

(5:21 pm IST)