Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અમદાવાદ ખાતે કાલે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને વુમન સ્ટાર્ટઅપ માટે ‘#WEStart Meet’ યોજાશે

ગાંધીનગર::વિશ્વ મહિલા દિવસ તા.૮ માર્ચને સોમવારે છે તે પૂર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મહિલાઓના આર્થિક સશક્તિકરણના હેતુથી વુમન સ્ટાર્ટઅપ માટેની #WEStart Meet અમદાવાદ ખાતે યોજાશે.

કાલે તા. ૦૭ માર્ચના રોજ KCG કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદમાં યોજાનાર વુમન સ્ટાર્ટઅપ મીટમાં સવારે ૯.૪૫ કલાકે મુખ્યમંત્રીશ્રી દ્વારા વુમન સ્ટાર્ટઅપ અંગેના પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવશે, જ્યારે મુખ્યમંત્રીશ્રીના હસ્તે કોફીટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવશે.

સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર આ #WEStart Meetમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ – i-Hubના ચેરપર્સન શ્રી અંજુ શર્મા અને ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી એમ. નાગરાજન ઉપસ્થિત રહેશે.

આ એક દિવસીય વુમન સ્ટાર્ટઅપ સમિટમાં પ્રતિષ્ઠિત વિવિધ કંપની - સંસ્થાઓના મહિલા ડાયરેક્ટર, COO વિવિધ સત્રોમાં સ્ટાર્ટઅપ અંગે પોતાના અનુભવો-વિચારો રજૂ કરશે.

(4:12 pm IST)