Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપમ આનંદ નકકી

રાજકોટ તા. ૬ : કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલીક્રિષ્નના સ્થાને શ્રી અનુપમ આનંદની નિમણૂકને કેન્દ્રીય ચૂંટણી પંચે મંજુરી આપી દીધાનું અને ટુંક સમયમાં વિધિવત નિમણૂક થનાર હોવાનું જાણવા મળે છે. તેઓ હાલ આદિજાતિ વિકાસ વિભાગમાં સચિવ પદે કાર્યરત છે. શ્રી મુરલી ક્રિષ્ના રાજય સરકારની સેવામાં પરત આવશે.

મુળ બિહારના પટણાના વતની છે શ્રી અનુપમ આનંદ ર૦૦૦ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, જામનગરમાં મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગર અને ડાંગમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. ર૦રર ની વિધાનસભાની ચૂંટણી તેમના કાર્યકાળમાં જ થાય તેવા અત્યારના સંજોગો છે. (મો.૯૯૭૮૪ ૦૭૭૯૧ ગાંધીનગર)

(2:50 pm IST)