Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની T20 સિરીઝની ટીકીટ બુકીંગ શરૂ : 500 રુપિયાથી લઇને 10,000 સુધી ટીકીટનો ભાવ

અમદાવાદ : ભારત અને ઇંગ્લેંડ વચ્ચે અમદાવાદમાં રમાનારી 5 મેચોની શ્રેણીને લઇને શુક્રવારથી ટીકીટોનુ વેચાણ શરુ થઇ ગયુંં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં 12 માર્ચ થી T20 શ્રેણીની શરુઆત થનારી છે. અમદાવાદમાં ટેસ્ટ મેચોને લઇને બંને ટીમોની પરિસ્થીતીઓને જાણી શકી છે. દર્શકો માટે T20 સિરીઝ લાંબા સમય બાદ ખુબ જ જબરદસ્ત મનોરંજન આપી શકશે.

આગામી 12 માર્ચથી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે T20 શ્રેણીની શરુઆત થનારી છે. જેમાં જેમાં પ્રથમ મેચ 12 માર્ચ, બીજી મેચ 14 માર્ચ, ત્રીજી મેચ 16 માર્ચ, ચોથી મેચ 18 માર્ચ અને પાંચમી મેચ 20 માર્ચે રમાનારી છે. પાંચેય મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 કલાકે શરુ થનારી છે. આ વર્ષે ભારતમાં રમાનારા T20 વિશ્વકપને ધ્યાને રાખીને આ સિરીઝ બંને દેશોના ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વની રહેનારી છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા 5 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર એક પોષ્ટ મુકી હતી, જેમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી T20 શ્રેણીને લઇને ટીકીટ બુકીંંગને લઇને અપડેટ આપ્યુ છે. જે મુજબ GCA બતાવ્યુ છે કે, T20 શ્રેણીને લઇને ટીકીટ બુકીંગ શરૂ થયું છે. bookmyshow.com ની સાથે સાથે gujaratcricketassociation.com દ્વારા ટીકીટ ખરીદ કરી શકાય છે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની T20 સિરીઝની ટીકીટ બુકીંગ શરુ થઇ ચુકી છે. તમામ મેચો માટે ટીકીટ પાસ ઉપલબ્ધ કરવામા આવ્યા છે. તેની કિંમત 500 રુપિયાથી લઇને 10,000 સુધી પ્રતિ ટીકીટનો દર છે. કોરોના વાયરસને લઇને ગુજરાત ક્રિકેટ એસોસીએશન અને બીસીસીઆઇ એ 50 ટકા જ દર્શકોને સ્ટેડિયમમાં આવવાની વ્યવસ્થા કરી છે. આમ મોટા ખેલાડીઓની હાજરી અને ઓછા સમયની મેચને લઇને ટીકીટોના વેચાણ મોટેભાગે પુરા થઇ જવાનુંં અનુમાન છે. લાંબા સમય બાદ અમદાવાદના દર્શકોને ઘર આંગણે T20 મેચ જોવા મળશે.

(11:05 am IST)